મુંબઈમાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા એમ્બ્યુલન્સ ડ્રાઈવરના પરિવારજનોને એક કરોડ રૂ.નું વળતર ચૂકવવા વિમા કંપનીનો હુકમ: વિમા કંપની ઈચ્છે તો અકસ્માત સર્જનારા બાઈક માલીક પાસેથી વળતરની રકમ વસુલી શકે છે નો સિમાચિન્હરૂપ ચૂકાદો
વિકાસ તરફ દોટ મૂકી રહેલા આપણા દેશ ભારતમાં વાહનોની સંખ્યા વધારવાના સાથે માર્ગ અકસ્માતોની સંખ્યા પણ વધતા પામી છે. આવા જ એક માર્ગ અકસ્માતોમાં મૃત્યુ પામેલા એક એમ્બ્યુલન્સ ડ્રાઈવરને દેશના ઈતિહાસમાં સૌથી મોટુ વળતર કહી શકાય તેવું એક કરોડ રૂપિયા નું વળતર આપવાનો મુંબઈની ટ્રીબ્યુનલે આપ્યો છે. માર્ગ અકસ્માતમાં અધધ કહી શકાય તેવું જંગી વળતર વિમા કંપનીને આપવાનો હુકમ કર્યો છે. સાથે વિમા કંપની ઈચ્છે તો વળતરની રકમ અકસ્માત સર્જવામાં કારણભૂત બાઈક માલીક પાસેથી વસુલ કરી શકશે તેમ જણાવ્યું છે. જેથી વિમા કંપનીઓ માટે આ હુકમ એક નવા સિમાચિન્હરૂપ બન્યો છે.
મોટર વાંહન અકસ્માતના દાવા ટ્રીબ્યુનલે મહારાષ્ટ્રની રાજધાની, મુબંઈમાં માર્ગ અકસ્માતનો ભોગ બનેલી એમ્બ્યુલન્સ ડ્રાઈવરના પરિવારને આશરે એક કરોડનું વળતર ટ્રીબ્યુનલે વીમા કંપનીને મૃતકના પરિવારને વ્યાજ સાથે વળતરની રકમ ચૂકવવા જણાવ્યું છે. એમ પણ હુકમ કર્યો છે. તે અકસ્માત માટે જવાબદાર બાઈકના માલીક પાસેથી આ રકમ વસુલ કરવામાં આપવાનો હુકમર્યો.
આ કેસની વિગત એવી છે કે બીએમસી એમ્બ્યુલન્સના ડ્રાઈવર રામચંદ્ર જોરનું ૨૦૧૩માં માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતુ. નાગપાડામાં રોડ ક્રોસ કરતી વખતે તેને ૧૮ વર્ષિય યુવકે બાઈક સાથે ટકકર મારી હતી મૃત્યુ સમયે જોરનો પગાર મહિને ૬૮ હજાર રૂપીયા હતો. ટ્રીબ્યુનલે કહ્યું કે જે બાઈક સાથે અકસ્માત થયો હતો તેનો માલીક ખુબલાલ પ્રજાપતિ જાણતો હતો કે ૧૮ વર્ષિય મોહમ્મદ અશરફ કુરેશી પાસે ડ્રાઈવીંગ લાયસન્સ નથી અનેતે છતા તેણે તેને બાઈક આપી હતી.
ટ્રિબ્યુનલે કહ્યું કે આ હકિકત વીમા કંપનીને મૃતકના પરિવારને વળતરની રકમની જવાબદારીથી મુકિત આપે છે પરંતુ પે એન્ડ રિકવર નિયમ મુજબ ઓરિએન્ટલ ઈન્સ્યુરન્સ કંપની લીમીટેડ દ્વારા જોરની પત્ની અને બાળકને વળતર ચૂકવવું જોઈએ ટ્રીબ્યુનલે એમ પણ કહ્યું હતુ કે કંપની બાઈકના માલીક પાસેથી રકમ વસુલ કરવામાં સ્વતંત્ર છે. નોંધપાત્ર વાત એ છે કે જોરની પત્ની પધ્ધતિએ પતિની મૃત્યુ બાદ વળતર માટે વીમા કંપનીનો દાવો કર્યો હતો.
અરજદારની તરફેણમાં ચૂકાદો આપતી વખતે ટ્રિબ્યુનલે ૭૫.૬૦ લાખનું વળતર નકકી કર્યું હતુ. આ ઉપરાંત જોરના મૃત્યુથી ફરિયાદ નોંધાવવાની તરીખ સુધીમાં ૭.૫ ટકા વ્યાજ ઉમેરવાનો નિર્દેશ પણ આપ્યો હતો. ટ્રિબ્યુનલના નિર્દેશ મુજબ ૩૭.૬૦ લાખ વ્યાજ સહિતની જોર પત્નીને ૭ ઓકટોબર ૨૦૧૩ની આજદીન અને બાળકોને વ્યાજ સહિત ૧૮.૭૫ લાખ આપવામાં આવશે. સગીર ત્યાં સુધી બાળકોની રકમ નિશ્ર્ચિત થાપણ ખાતામાં જમા કરવાનો પણ ટ્રિબ્યુનલે હુકમ કર્યો હતો.