તાલુકા કક્ષાએ બેંકોમાં ચેક ક્લિયરીંગમાં વધુ સમય લાગતા ખેડૂતોને હાલાકી: એટીએમની વ્યવસ કરવા રજૂઆત
આવકવેરા વિભાગ ની ટીડીએસ માટેની અમલી બનેલી કલમ ૧૯૪ અંતર્ગત ૧ કરોડથી વધુની રોકડ નાણાંની લેતીદેતીમાં ૨ % ટીડીએસ ચૂકવવો પડશે તેવી જોગવાઈ કરી છે જેની અમલવારી ગત તારીખ ૧ સપ્ટેમ્બરના રોજથી કરવામાં આવી છે પરંતુ જોગવાઈ ૧ એપ્રિલથી કરવા ભારત સરકારના જીઆરમાં જણાવાયું છે જેને લઈને એપીએમસીના વેપારીઓ વિરોધનો શૂર ઉઠાવી રહ્યા છે. વેપારીઓ અને દલાલોની માંગણી છે કે આ નિયમની અમલવારી અને ગણતરી ૧ સપ્ટેમ્બરના રોજથી જ કરવામાં આવે જેથી ખેડૂતો ને પણ અગવડતા થાય નહીં. ખેડૂતો નું કહેવું છે કે હાલ તાલુકા કક્ષાએ સ્થિત બેંકોમાં ચેક ક્લિયરિંગ માં ખાસો સમય લાગી જાય છે જેનાથી તેમણે હાલાકી ભોગવવી પડશે. આ માંગણીઓને લઈને હાલ રાજકોટ માર્કેટિંગ યાર્ડ હડતાળ પર ઉતરીને વિરોધ કરી રહ્યું છે. બે દિવસીય હડતાળના બીજા દિવસે રાજકોટ માર્કેટિંગ યાર્ડનો તમામ વ્યવહાર સજ્જડ બંધ હતો.
આ તકે તેમણે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે જે ટીડીએસ અમલી બનાવી છે તેને લઈને કમિશન એજન્ટો એ હડતાળ પાડી છે. આ બાબતે ખેડૂતો તરફ થી અમને કોઈ ફરિયાદ મળી નથી. હાલ ના યુગમાં ચેક થી બધા કાર્યો થઈ શકે છે. યાર્ડ ખાતે આવતા તમામ ખેડૂતો બેન્ક માં એકાઉન્ટ ધરાવે છે અને તેઓ એટીએમ મારફતે રોકડ નાણાં ઉપાડી શકે છે. આ હડતાળ કમિશન એજન્ટો એ પાડી છે કેમકે તેમનો વ્યવહાર મોટો હોય છે, તેમનું ટર્ન ઓવર એક કરોડ થી વધુ થઈ જતુ હોય છે જેના કારણે વિસંગતતા છે. તેમનું કહેવાનું છે કે આ નિયમ ની અમલવારી ૧ સપ્ટેમ્બર થી થવી જોઈએ. જો કે આજે હડતાલ સમેટાઈ ગઈ છે. ઉપરાંત તેમણે ખેડૂતો ના ચેક ક્લિયરિંગ માં વિલંબ મામલે જણાવ્યું હતું કે યાર્ડ ખાતે હાલ ૭ બેંકો ની શાખાઓ ઉપલબ્ધ છે. જેઓ ખેડૂત સાથે વ્યવહાર કરે છે. અમે બેંકો ને તાકીદ કરીશું કે તેઓ ખેડૂતો ના ચેક ક્લિયરિંગ માં જેમ બને તેમ ઓછો સમય લે તેમજ યાર્ડ ખાતે એટીએમની પણ વ્યવસ્થા કરે તેમ છતાં જો કોઈ ખેડૂત ને સમસ્યા થાય તો તેઓ અમને રજુઆત કરી શકે છે અને અમે તેનો ઉકેલ ઝડપ થી લાવવાનો પ્રયાસ કરીશું. કમિશન એજન્ટોની માંગણીની રજુઆત બાબતે તેમણે જણાવ્યું હતું કે ઊંઝા માર્કેટિંગ યાર્ડના ચેરમેન સહિતનું પ્રતિનિધિ મંડળ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમજ નાણાં મંત્રી નિર્મલા સીતારામન ને મળવા ગયા છે અને જે નિર્ણય આવશે તે સૌ માન્ય રાખશે.
ખાસ આ તકે તેમણે રાજકોટ માર્કેટિંગ યાર્ડ માં અવાર નવાર થતી સમસ્યા ના કારણે હડતાળ થી રાજકોટ માર્કેટિંગ યાર્ડ ને થતી નુકશાની તેમજ તેના કારણે મજબૂત થતું ગોંડલ માર્કેટિંગ યાર્ડ વિશે જણાવતા કહ્યું હતું કે તેના કારણે રાજકોટ માર્કેટિંગ યાર્ડ ને કોઈ સમસ્યા નથી કારણ કે અહીં ની જે જણસી ગોંડલ જાય છે તેમાં મગફળી મુખ્ય કારણ એ છે કે ગોંડલમાં ઓઇલ મિલ્સ વધારે છે. જેથી ખેડૂતો ને વધુ સારા ભાવ મળે છે તેની સામે ગોંડલ નો કપાસ, જીરું રાજકોટ માર્કેટિંગ યાર્ડ ખાતે આવે છે. ગોંડલ અને રાજકોટ માર્કેટિંગ યાર્ડ એક બીજા ની સાથે મળીને ચાલે છે અને ભવિષ્યમાં પણ રાજકોટ માર્કેટિંગ યાર્ડ ને આના કારણે કોઈ પણ જાતની તકલીફ નહીં પડે તેની અમે ખાતરી આપીએ છીએ.
કેરી ના વેચાણ માટે રાજકોટ ની જગ્યા એ ગોંડલ માર્કેટિંગ યાર્ડ ને વધુ પસંદ કરાય છે તે બાબતે તેમણે કહ્યું હતું કે કોઈ ચિંતાજનક બાબત નથી, રાજકોટ માર્કેટિંગ યાર્ડ ખાતે પણ પુષ્કળ કેરી ની આવક થાય છે તેમજ બીજા યાર્ડના વેપારીઓ શાકભાજી ની ખરીદી રાજકોટ ખાતે થી કરે છે. રાજકોટ માર્કેટીંગ યાર્ડના વાઈસ ચેરમેન હરદેવસિંહ જાડેજાએ ટીડીએસ મામલે કહ્યું હતું કે જે માંગણી કમિશન એજન્ટો માંગણી મૂકી છે તેનો સ્વીકાર સરકાર જરૂર કરી લેશે, સરકાર ૪ થી ૫ મહિનાને બાકાત રાખવાની માંગણીનો સ્વીકાર ચોક્કસપણે કરી લેશે.
તેમણે ખાસ ગોંડલ અને રાજકોટ માર્કેટિંગ યાર્ડ વિશે જણાવતા કહ્યું હતું કે એવી કોઈ વાત નથી કે ગોંડલ અને રાજકોટ યાર્ડ વચ્ચે કોઈ સ્પર્ધા નથી. મગફળી નું વેચાણ ગોંડલ ખાતે થાય છે. તેની સામે કપાસ, જીરું સહિત ની જણસીઓ નું વેચાણ રાજકોટ ખાતે થાય છે. ગોંડલ અને રાજકોટ માર્કેટિંગ યાર્ડ સામ સામે નહિ પરંતુ સમાંતર છે. ટર્ન ઓવર ની દૃષ્ટિએ રાજકોટ માર્કેટિંગ યાર્ડ નું ટર્ન ઓવર ગોંડલ થી ૨ કરોડ જેટલું વધુ છે.