પરિવારના સ્ટેટસ અને પતિની ક્ષમતા આધારે ભરણપોષણ ચુકવાશે: પતિથી છુટા પડયા બાદ મહિલા ગૌરવશાળી જીવન વ્યતિત કરી શકે તે માટે વડી અદાલતનો ઐતિહાસિક ચૂકાદો
ભરણપોષણના કેસમાં પતિ દ્વારા પત્નીને અપાતી રકમ મામલે વડી અદાલતે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. ભરણપોષણ તરીકે પત્નીને પતિના પગારની ૨૫ ટકા રકમ ચુકવવાનો આદેશ કોર્ટે આપ્યા છે. આ રકમને અદાલતે અનુકુળ ગણી છે. ન્યાયાધીશ આર ભાનુમતી અને એમએમ સંતાનાગૌડરની ખંડપીઠે પશ્ર્ચિમ બંગાળના હુગલીમાં રહેતા પતિને તેની માસિક આવક ‚ા.૯૫,૫૨૭ માંથી પત્ની અને પુત્રને ભરણપોષણ તરીકે ‚ા.૨૦,૦૦૦ ચુકવવા આદેશ આપ્યો છે. પતિએ આ રકમ વધુ હોવાની કરેલી અરજી પણ અદાલતે રદ કરી છે.
પતિથી છુટા પડયા બાદ મહિલા ગૌરવશાળી જીવન વ્યતિત કરી શકે તેટલી પુરતી રકમ ચુકવવી જ‚રી બને છે. અગાઉ આ કેસમાં કલકતા હાઈકોર્ટે ‚ા.૨૩ હજાર ભરણપોષણ ચુકવવા આપેલા આદેશને વડી અદાલતમાં પતિએ પડકાર્યો હતો. જેથી વડી અદાલતે ચુકવવાની થતી રકમમાં ત્રણ હજારનો ઘટાડો કરી ‚ા.૨૦ હજાર ચુકવવાનો આદેશ આપ્યો છે. ઓછી કરેલી ત્રણ હજારની રકમ પતિના નવા પરિવાર માટે જ‚રી હોવાનું કોર્ટે કહ્યું છે.
આ કેસમાં ખંડપીઠે કહ્યું હતું કે, પતિના કુલ પગારમાંથી ૨૫ ટકા રકમ પૂર્વ પત્નીના ભરણપોષણ માટે અનુકુળ છે. પરિવારનું સ્ટેટસ અને પતિની ક્ષમતા ઉપર ભરણપોષણની રકમ આધારીત હોય છે. આ ચુકાદો ભરણપોષણ માટે કરાયેલા દાવાના વિવિધ પાસા તપાસીને આપવામાં આવ્યો છે. અગાઉ હાઈકોર્ટે આપેલા ‚ા.૨૩૦૦૦ ચુકવવાના આદેશની અટકાવી વડી અદાલતે રકમને ‚ા.૨૦,૦૦૦ કરી છે. બાકીના ત્રણ હજાર પતિના નવા પરિવાર માટે જ‚રી હોવાનું જણાવાયું છે. આ કેસ વર્ષ ૨૦૦૩થી ચાલતો હતો. તે સમયે ડીસ્ટ્રીકટ ન્યાયાધીશે ‚ા.૪૫૦૦ ભરણપોષણ માટે ચુકવવા આદેશ આપ્યો હતો. ત્યારબાદ કેસ હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. જયાં કોર્ટે ૨૦૧૫માં ‚ા.૧૬૦૦૦ અને ૨૦૧૬માં ‚ા.૨૩ હજાર ચુકવવાનો આદેશ આપ્યો હતો.
આ રકમ પતિનો પગાર વધવાની સાથે વધી હતી. હાલ વડી અદાલતે પતિની આવકનો ૨૫ ટકા ભાગ એટલે કે ‚ા.૨૦,૦૦૦ પત્નીને ચુકવવા આદેશ આપ્યો છે.