શહેરમાં રહેતા રુબીનાબેન ઈમરાનભાઈ ભટ્ટીના પતિ ઈમરાનભાઈ કાદરભાઈ ભટ્ટી, સાસુ અને નણંદ સામે મુકામે ડોમેસ્ટીક વાયોલન્સ એકટ હેઠળ ભરણ પોષણ મેળવવા, મકાનભાળું મેળવવા અંગે દાદ મેળવવા અરજી કરેલી હતી. આ કેસમાં અરજદારે સામાવાળા સાથે ચાલુ કેસે સમાધાન કરેલું અને ત્રણ મહિના સામાવાળા સાથે રહેલા ત્યારબાદ કોઈને પણ જાણ કર્યા વગર પોતાના પીયર જતાં રહેલી તેમજ કુળવધુએ જે સોગંદનામુ રજુ કરેલુ અને તે સોગંદનામા નીચે ઉલટ તપાસમાં તેવી હકિકત બહાર આવેલી કે અરજદારે કઈ જગ્યાએ કયાં ડોકટર પાસે સારવાર કરાવેલી અને ક–સુવાવડ થયેલી તે અંગેના કોઈપણ પુરાવા કોર્ટ સમક્ષ રજુ કરી શકેલા ન હતા કે તે અંગેના મેડિકલ પેપર્સ પણ રજુ કરેલ ન હતા.
તેમજ રુબીનાબેન દ્વારા કોમેસ્ટીકના કેસમાં તેમજ ફેમીલી કોર્ટના ભરણપોષણના કેસમાં ઉલટ તપાસ દરમ્યાન અલગ–અલગ હકિકતો રેકર્ડ પર બહાર આવેલી જે હકિકતો તથા સામાવાળાના વકીલ દેવાંગ ત્રિવેદીની દલીલો ધ્યાને લઈ અને નામદાર કોર્ટ દ્વારા આ અરજદારની અરજી નામંજુર કરી છે.