અકસ્માતનાં કેસોનું ભારણ ઘટાડવા સુપ્રીમે વળતરની ગાઈડલાઈન્સ જાહેર કરી

અકસ્માતનાં કેસમાં પીડિતને ફિકસ વળતર મળશે. સુપ્રીમે ગાઈડલાઈન ઘડી છે.સુપ્રીમ કોર્ટનાં ચીફ જસ્ટીશ દિપક મિશ્રા, જસ્ટીશ એ.કે. સીકરી, જસ્ટીસ એ.એમ. ખાનવીલકર, જસ્ટીસ ડી.વાય. ચંદ્રચૂડ, જસ્ટીશ અશાકે ભુષણની બનેલી સંયુકત બેંચે એક કેસની સુનાવણી દરમિયાન આદેશ જારી કરી ગાઈડલાઈન ઘડી કાઢી છે. જે મુજબ હવેથી અકસ્માતનાં કેસમાં પીડીતને ફિકસ વળતર મળશે.

અસલમાં તો અકસ્માતે થયેલા મૃત્યુનાકેસોનાં ભરાવા ઘટાડવા માટે સુપક્રીમે વળતરની ગાઈડલાઈન્સ જાહેર કરી હોવાનું સર્વોચ્ચ ન્યાયાલયના આંતરીક સુત્રોમાંથી જાણવા મળે છે. સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બેંચે નોંધ્યું હતુ કે અકસ્માતમાં વળતર પીડીતનું ભવિષ્ય ધ્યાને રખીને આપવું જોઈએ સુપ્રીમ કોર્ટે અકસ્માતનાં કેસમાં પીડીતને અથવા પીડિતનાં પરિવારને વળતર ફિકસ કરતા ગાઈડલાઈન જારી કરી છે.

સુપ્રીમ કોર્ટે અકસ્માતના કેસમાં વળતર ફિકસ કરવા કહ્યું હતુ કે, પીડિતને ઈજાના કેસમાં ૧૫૦૦૦, ગંભીર ઈજાનાં કેસમાં ૪૦,૦૦૦ અથવા મૃત્યુના કેસમાં પીડીતના પરિવારને અંતિમવિધિ માટે ફીકસ ૧૫૦૦૦ રૂપીયાનું વળતર મળવું જ જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.