- ડીટુડી સેટેલાઈટ ટેકનોલોજીથી દૂર છેવાડાના જંગલ પર્વત પાણી હવામાં કવરેજની ચિંતા વીના સેટેલાઈટથી વાત થઈ શકશે
બીએસએનએલએ અમેરિકાની વિખ્યાત ગ્લોબલ સેટેલાઈટ કોમ્યુનિકેશન કંપની સાથે મળીને આ ક્રાંતિકારી ટેકનોલોજી ડાઇરેક્ટ ટુ ડિવાઇસ કનેક્ટીવીટીથી મોબાઈલમાં સીમકાર્ડ વગર દેશભરના છેવાડાના ગામો, જંગલો, પહાડી વિસ્તાર, પાણી અને હવામાં મોબાઈલ ટાવર કે બીજા ઉપકરણ વગર એન્ડ્રોઇડ મોબાઈલ, સ્માર્ટફોન, સ્માર્ટવોચ કે કાર માં વિડિયો કોલ, વોઇસ કોલ અને એસએમએસ સેવા વિકસાવી છે.
કોઈપણ મોબાઈલ સીમ કાર્ડ, ઈ-સીમ વગર કામ કરી શકે નહીં પણ હવે સીમ વગર સેટેલાઇટ દ્વારા હકીકતમાં આ શકય બનવા જઈ રહ્યું છે. ડાઇરેક્ટ ટુ ડિવાઇસ ટેક્નોલોજી જેમાં વિશ્વસનીય અને ઝડપી સેવાનો લાભ દેશભરમાં કોમ્યુનિકેશન સેવાથી વંચિત રહી ગયેલા લોકો પણ મેળવી શકશે.
એન્જિનિયરોએ ભારતીય મોબાઈલ કોંગ્રેસમાં ઉપસ્થિત લોકો માટે સેટેલાઈટ સંચાલિત 36000 કિલોમીટર દૂર વોઇસકોલ અને એસએમએસ દ્વારા સફળતા પૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું. “ભવિષ્યમાં, ડીટુડી ભારતીય ઉત્પાદન અને પુરવઠા શૃંખલાને વધુ કાર્યક્ષમ, વધુ ટકાઉ અને સુરક્ષિત બનાવવા માટે અને ઓટોમોટિવ એપ્લિકેશનોને સલામતી અને શરતો-આધારિત જાળવણીને વધારવામાં મદદ કરી શકે છે.વ્યક્તિ, ઉપકરણ અથવા વાહન ગમે ત્યાં હોય, સીમલેસ કનેક્ટિવિટી નો લાભ લઈ શકશે.
વિયાસટ ચીફ ટેકનિકલ ઓફિસર સંદીપ મૂર્તિએ જણાવ્યું હતું કે ડાયરેક્ટ-ટુ-ડિવાઈસ સેટેલાઇટ કનેક્ટિવિટી સુધી પહોંચવામાં આવતા અવરોધોને ઘટાડવામાં મદદ કરી શકે છે, જ્યાં લાખો લોકો પાસે વિશ્વસનીય નક્કર કનેક્ટિવિટી નથી.
સેલ્યુલર નેટવર્ક્સમાં સંચારને બેઝ સ્ટેશન અથવા કોર નેટવર્ક નો ઉપયોગ કર્યા વિના બે મોબાઇલ વપરાશકર્તાઓ વચ્ચે સીધી વાતચીત શકય બનશે.
ચીફ મેનેજીંગ ડિરેક્ટર રોબર્ટ જે. રવી એ જણાવ્યા મુજબ દેશભરમાં પ્રથમવાર આ સેવા વર્ષ 2025 થી ઉપલબ્ધ થઈ શકે એવું આયોજન કરવામાં આવ્યું છે. માર્ચ 2025 સુધીમાં 4જી નેટવર્ક ઉપલબ્ધતા માટેની અમારી આંતરિક સમયમર્યાદા નક્કી કરેલ છે. અમારું લક્ષ્ય છે કે છ થી આઠ મહિનામાં 5જી ચાલુ થાય. હાલની 4જી સાઇટ્સને નાના કાર્ડ રિપ્લેસમેન્ટ અને સોફ્ટવેર અપગ્રેડ સાથે 5જીમાં અપગ્રેડ કરવામાં આવશે આ સેવાથી વ્યક્તિગત પ્રમોશન, ફિલ્મ, ટ્રેલર અને અન્ય માહિતીની ઝડપી આપલે શકય બનશે.
બીએસએનએલ સસ્તી સેવાઓનો લાભ વધુ ગ્રાહકો સુધી પહોંચાડવા સેવાઓ માં સુધાર કરી સારી સેવા આપવી અનિવાર્ય રહેશે. તેમ નિવૃત બીએસએનએલ અધિકારી બાબુભાઈ મેનપરાએ જણાવ્યું હતુ.