બાઈક અને એટીએમમાં જઈ અડધા લાખની રોકડ લૂંટી બે શખ્સો ફરાર
જૂનાગઢની સ્વામી વિવેકાનંદ સ્કુલ પાસે ગઈકાલે બપોરે બે અજાણ્યા શખ્સોએ એક યુવાનને આંતરી, મોટરસાયકલ તથા રોકડા રૂપિયા અને મોબાઇલની લૂંટ ચલાવી, યુવકને એટીએમમાં લઈ જઈ રૂા.55,000 ઉપાડવી લઇ, નાસી છૂટતા, જૂનાગઢ શહેરમાં ચકચાર મચી જવા પામી છે. આ ઘટનાને જૂનાગઢ પોલીસે ગંભીરતાથી લઈ, લૂંટનો ભેદ ઉકેલવાા વિવિધ દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
જૂનાગઢના મેઘાણીનગર બ્લોક નં.5, આઈટીઆઈ રોડ પર રહેતા વિશાલભાઈ ધિરેન્દ્રભાઈ પંડ્યા (ઉ.વ.36) બપોરના બે વાગ્યાના અરસામાં પોતાના ઘરે જઈ રહ્યા હતા ત્યારે સ્વામી વિવેકાનંદ સ્કુલ પાસે બે અજાણ્યા શખ્સોએ એ વિશાલભાઈ પંડ્યાની મો.સા.(સ્કુટર)ની આગળ પોતાનુ મો.સા. આડુ નાખી, અવરોધ કરી વિશાલભાઈ પંડ્યાને છરી બતાાવી, જાનથી મારી નાખવાની ઘમકી આપી, વિશાલભાઈ પંડ્યા પાસેથી મોબાઈલ-2, પર્સ, સ્કુટરની ચાવી તથા રૂ.800 રોકડા ની લુટ કરેલ અને બંને શખ્સોએ વિશાલભાઈ પંડ્યાને વધુ પૈસા આપવાનુ કહીી, એક શખ્સે ફરીયાદીનુ મો.સા.(સ્કુટર) ચાલાવી વિશાલભાઈ પંડ્યાને પાછળ બેસાડી, કાળવા ચોકમાં આવેલ જઇઈંના એટીએમમાં ફરીયાદી સાથે જઇ રૂા.35,000 તથા ભુતનાથ ફાટક પાસે આવેલ કલ્યાણ સ્વિટ માર્ટ દુકાનની બાજૂમાં આવેલ જઇઈંના એટીએમ માંથી રૂા.20,000 ઉપડાવી, વિશાલભાઈ પંડ્યાને પરત સ્વામી વિવેકાનંદ સ્કુલ પાસે ઉતારી, આરોપીઓએ કુલ રૂપીયા 55,800ની લુટ કરી નાસી ગયા હતા. આ અંગે વિશાલભાઈ ધીરેન્દ્રભાઈ પંડ્યાએ બે અજાણ્યા શખ્સો સામે લૂંટ સહિતની ફરિયાદ નોંધાવતા પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે અને આ ગુનાનો ભેદ ઉકેલવા ટેકનિકલ સોર્સ અને સીસી ટીવી કેમેરા ફૂટેજ સહિત વિવિધ દિશામાં તપાસ હાથ ધરાઇ છે.