જુનુ તે સોનુ
તાજેતરમાં સરકાર દ્વારા ૧૦૦૦ની નવી નોટ ચલણમાં આવશે તેવા સમાચારો આવી રહ્યા છે. ત્યારે એ જાણીને આપને નવાઇ લાગશે કે અંગ્રેજોનું. શાસન ભારતમાં ચાલતુ ત્યારે પણ ૧૦૦૦ની નોટ ચલણમાં હતી. દેશમાં ૧૯૩૮થી ૧૯૪૬ના સમયમાં બ્રિટિશ ઇન્ડીયાના શાસનના સમયમાં આ ૧૦૦૦ની નોટ હતી.
જેની લંબાઇ સાડા સાત ઇંચ થતા પહોંળાઇ તથા સાડાચાર ઇંચની હતી જે લોકોને ભાગ્યેજ ખબર હશે. એન્ટીક વસ્તુઓ અને ચલણ સાચવવાનો શોખ ધરાવતા પોરબંદરના વેપારી ચલણ સાચવવાનો શોખ ધરાવતા પોરબંદરના વેપારી શૈલેષભાઇ ઠાકર પાસે આ નોટ છે. આ જુની ૧૦૦૦ની નોટનું મુલ્ય અત્યારે એક લાખ જેટલુ આંકવામાં આવે છે. આ જુની ૧૦૦૦ની નોટમાં રાજા જ્યોર્જનો ફોટો છે. તો પાછળની બાજુ હળધારી ખેડુતોનો ફોટો સ્પષ્ટ દેખાય છે.