બિહારના છપરામા રેલવે દુર્ઘટના થઇ છે. છપરા-બલિયા રેલખંડ પર તાપ્તી-ગંગા સુરત-છપરા એક્સપ્રેસના 13 ડબ્બાં પાટાઓ પરથી ઉતરી ગયા છે. રેલવે રાહત અને બચાવ કામગીરી આરંભી છે.આજે સવારે 8 વાગ્યે છપરાથી તાપ્તી ગંગા એક્સપ્રેસ નીકળી હતી. 45 મિનિટની યાત્રા કર્યા પછી ગૌતમ સ્થાન સ્ટેશન પહોંચી હતી ત્યારે 13 ડબ્બાઓ પાટા પરથી ઉતરી ગયા હતા, પરંતુ સ્પીડ ઓછી હોવાની લીધે માત્ર ચાર યાત્રીઓ ઘાયલ થયા હતા. જેમણે સ્થાનિક હોસ્પિટલમાં પહોંચાડવામાં આવે છે. હાલ છપરા- બલિયા રેલખંડ પર ટ્રેનોની અવરજવર રોકી દેવામાં આવી છે.આ દુર્ઘટનામાં ચાર યાત્રી ઘાયલ થયા છે, જેને સારવાર માટે સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. હાલ છપરા-બલિયા રૂટ પર ટ્રેનની આવનજાવન પર રોક લગાવવામાં આવી છે. અને રેસ્ક્યૂ અભિયાન શરૂ કરાયું છે.
બિહારના છપરામા રેલવે દુર્ઘટનામાં ૧૪ ડબ્બા ખડી પડયા
Previous Articleધોરાજી: ચૂંટણીનો ગરમાવો જનતામાં પણ જોવા મળ્યો
Next Article સ્થળાંતરીત ૩૦ ટકા મતદારો મતદાનથી રહે છે વંચિત !