અબતક, શબનમ ચૌહાણ

સુરેન્દ્રનગર

ધ્રાંગધ્રા તાલુકાના ભેચડા ગામે નંણદોયએ સાળાની પત્નીને ચાર વર્ષ સુધી હવસનો શિકાર બનાવ્યો હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઇ છે તો બીજી તરફ હવસખોર દ્વારા મહિલાની પુત્રીના પણ અડપલા કરતા નંદોઇની કામલીલા પરથી પડદો ઉઠયો હતો જયારે ઘટનાની જાણ થતાં ભોગ બનનારને પતિ સહીતના પરિવારજનોએ ઘરમાંથી કાઢી મૂકી હતી.સુરેન્દ્રનગરના ધાંગધ્રા ગામ ના ભેચડા ગામે પરણિત યુવતી ઉપર સગા નંદોઈ દ્વારા સતત ચાર વર્ષ સુધી બળાત્કાર કરવામાં આવ્યા હોવાનો ઘટસ્ફોટ થવા પામ્યો છે ત્યારે સમગ્ર પંથકમાં આ મામલે ચકચાર મચી જવા પામ્યો છે ત્યારે ભોગ બનનાર મહિલા દ્વારા આ મામલે ધાંગધ્રા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને બળાત્કારનો ગુનો પોલીસ દ્વારા નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ત્યારે મળતી વિગત અનુસાર  ધાંગધ્રા તાલુકાના ગામે પોતાના પરિવાર સાથે રહેતી મહિલા પોતાની બે દીકરીઓ સાથે વસવાટ કરી રહ્યા હતા તે સમયે  મૂળી તાલુકાના શેખપર ગામે રહેતા નંદોઈ એ કે જે તેમના નંદોઇ  તે અવાર-નવાર ધાંગધ્રાના ભેચડા ગામે જતા હતા. તેવા સંજોગોમાં ત્યાં આ નણંદોઈ દ્વારા પોતાના સાળાની પત્ની સાથે બળાત્કાર કરવામાં આવ્યો હતો અને અવાર-નવાર અડપલા કરવામાં આવતા હતા. ત્યારે આ મામલે સહનશક્તિની હદ થઈ જતા પત્ની દ્વારા તેના પતિ સસરા અને દેર ને આ બાબતની જાણકારી આપવામાં આવી હતી.

તેવા સંજોગોમાં આ મહિલાને ખોટી પાડી અને તેને ઘરમાંથી બહાર કાઢી મુકવામાં આવી હતી તેવા સંજોગોમાં તે હાલમાં મોરબી ખાતે તેમના ભાભી અને તેમની વૃદ્ધ માતા સાથે વસવાટ કરી રહ્યા છે તેવા સંજોગોમાં જ છેલ્લા ચાર વર્ષથી સતત એમની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરી અને સાગા નંદોઈ દ્વારા બળાત્કાર આચરવામાં આવતો હતો. ત્યારે આ મામલે ધાંગધ્રા પોલીસ સ્ટેશનમાં ભોગ બનનાર મહિલાએ ફરિયાદ દાખલ કરી છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.