લોભીયાનું ધન ધુતારા ખાય…!!
ઉંચા વળતરની લાલચમાં ૩૦૦ જેટલા લોકોએ રૂ.૫૦ લાખ ગુમાવ્યા
ભાવનગરમાં “શીવ મિત્ર મંડળ” નામની ઈનામી ટિકિટો જાહેર કરી મોંઘીદાટ ભેટ સોંગદો આપવાના બહાને ફરસાણની દુકાન ધરાવતા પિતા – પુત્રે ૨૫૦ સભ્યો સાથે રૂ.૫૦ લાખની છેતરપિંડી આચર્યા અંગેની બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
બનાવ અંગે ભાવનગરના હાદ વિસ્તરમાં રહેતા ઘરકામ કરતા મુમતાઝ ઉર્ફ મુનિબેન કિરણભાઈ જાની(ઉ.વ ૩૯ )એ બોરતળાવ પોલીસ સ્ટેશનમાં હાદનગરમાં ફરસાણની દુકાન ધરાવતા ગોપાલ ભીખાભાઇ સાગલાણી , તેનો પુત્ર અર્પિત ગોપાલભાઈ સાગલાણીની સામે લોભામણી સ્કીમ આપી રૂ. ૫૦ લાખની છેતરપીંડી આચર્યા અંગે ફરિયાદ નોંધાવી છે. બોરતળાવ પોલીસ સ્ટેશનના કે.એમ.રાવલે વધુ તપાસ હાથ ધરી છે.
હાદનગરની સત્ય નારાયણ સોસાયટીમાં રહેતા મુનિબેન કિરણભાઈ જાની ( ઉ.વ ૩૯ )એ વર્ષ ૨૦૧૯ માં ઘર પાસે જલારામ ફરસાણની દુકાન ધરાવતા પિતા – પુત્ર પાસે ’ શિવ મિત્ર મંડળ ’નામની લોભામણી સ્કીમ જાહેરાતમાં પાંચ ટીકીટ લઈ રૂ. ૯૦,૦૦૦ હજાર ભર્યા હતા. ૨૦૧૯ માં જાન્યુવારી થી ઓગષ્ટ મહિના સુધી ડ્રો માં સ્કીમ ધરકોએ સમયસર માસિક રૂ. ૧૦૦૦ લેખે આઠ માસન ૮૦,૦૦૦ ભર્યા હતા.
ગત ૧૫ ઓગષ્ટના રોજ પિતા – પુત્ર ભાવનગરમાં ઘર બંધ કરી નાશી છૂટ્યા હતા. આ સમયે ૨૫૦ જેટલા સ્કીમ ધરકોએ ભેગા મળી હોબાળો મચાવ્યો હતો.બાદમાં બે દિવસ પૂર્વે પિતા – પુત્ર પરત ભાવનગરમાં ઘરનો સામાન ભરવા આવતા લોકોએ માથાકૂટ કરી બોરતળાવ પોલીસને જાણ કરી હતી. જો કે પિતા – પુત્રે પૈસા નહિ હોવાનું જણાવી રાજકોટ રહેવા જતા રહ્યા હતા.
આ બનાવ અંગે બોરતળાવ પોલીસે ૨૯૩ સ્કીમધારકો સાથે રૂ. ૫૦ લાખની છેતરપિંડી આચર્યા અંગેની ફરિયાદ નોંધાવી છે.