આઠ માસ પહેલાં ચોરી કરી બેન્કમાં ફિકસ ડિપોઝીટ કરી, મુંબઇ બિયર બારમાં પૈસા ઉડાયા અને કાર, બાઇક, એસી ખરીદ કર્યા: ‚રૂ.૪૦ લાખનો મુદામાલ કબ્જે
ભાવનગરના ઘોઘા રોડ પર આવેલા સુમે‚ ટાઉનશીપમાં આઠેક માસ પહેલાં થયેલી ‚રૂ.૬૦ લાખની ચોરીના ગુનામાં સંડોવાયેલા આનંદનગર વિસ્તારના ત્રણ રીઢા તસ્કરોને ઝડપી ‚રૂ.૪૦ લાખનો મુદામાલ કબ્જે કર્યો છે. ત્રણેય તસ્કરોએ ચોરી કરી મુંબઇ બિયર બારમાં પૈસા ઉડાયાની, બેન્કમાં ફિકસ ડિપોઝીટ કર્યાની અને કાર, એસી અને બાઇક ખરીદ કર્યાની કબુલાત આપી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ઘોઘા રોડ પર સુમે‚ ટાઉનશીપમાં રહેતા જગદીશચંદ્ર નંદરામ શર્માના બંધ મકાનના ગત તા.૧૮-૪-૧૭ના રોજ દરવાજાના તાળા તોડી ‚રૂ.૬૦ લાખની રોકડની ચોરી થયાની નિલમ બાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી.
એલસીબી પી.આઇ. મિશ્રા સહિતના સ્ટાફે આનંદનગર વિસ્તારમાં રહેતા સમિર કુરેશી, વિરભદ્રસિંહ ભૂપતસિંહ ગોહિલ અને અશોક મારવાડી નામના શખ્સોની અટકાયત કરી પૂછપરછ કરતા તેઓએ આઠેક માસ પહેલાં જગદીશભાઇ શર્માના મકાનમાં ચોરી કર્યાની કબુલાત આપી હતી.
ત્રણેય તસ્કરોએ ચોરી કર્યા બાદ મુંબઇ બિયર બારમાં જઇ પૈસા ઉઠાડયાની, બેન્કમાં ફિકસ ડિપોઝીટ કર્યાની, એસી, કાર, બાઇક અને કિંમતી મોબાઇલ ખરીદ કર્યાની કબૂલાત આપી હતી. પોલીસે ચોરીના ગુનામાં ત્રણ રીઢા તસ્કરોની ધરપકડ કરતા તેના બચાવ માટે એક મહિલાએ ઝેરી દવા પી પોલીસ પર ખોટા આક્ષેપ કર્યા હતા.પોલીસે ત્રણેય રીઢા તસ્કરો પાસેથી ‚રૂ.૪૦ લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com