ચિરાગ ત્રિવેદીઃ ભાવનગર બંદર પર 1200 દિવસના કામ પેટે કામ કરતા મજૂરોની મજૂરી છીનવી લેવામાં આવતા આજે કલેકટર કચેરી ખાતે ધરણા કરવામાં આવ્યા છે. મજૂરોને મળતી રોજીરોટી જીએમબી અને સ્ટીવિડોર કંપનીની મિલીભગતથી છીનવાઈ હોવાનો આક્ષેપ બંદર સમિતિ અને સિઆઇટીયું દ્વારા કરવામાં આવી છે. અને માંગ નહી સંતોષાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે
ભાવનગર જીલ્લામાં નવા બંદર પર મજરી કામ કરતા મજૂરોની પણ રોજીરોટી છીનવાઈ જતા હવે મજૂરોને આંદોલનનો માર્ગ અપનાવવો પડ્યો છે. સીપીએમ અને સિઆઇટીયુના સહયોગથી મજૂરોએ કલેકટર કચેરી ખાતે ધરણા યોજ્યા છે. બે પેઢીથી બંદરમાં કામ કરતા મજૂરોને હટાવી દેવામાં આવ્યા છે. સિઆઇટીયુંએ આક્ષેપ કર્યો છે કે બંદર અધિકારી અને સાગર સ્ટીવિડોર કંપનીની મિલીભગતથી ગરીબ મજૂરોની રોજીરોટી છીનવી લેવાતા આક્રોશ વધી ગયો છે.આ
મજૂરોએ આજે સોમવારે કલેકટર કચેરીએ ધરણા કર્યા હતા. કલેકટરને આવેદનપત્ર પણ પાઠવવામાં આવશે તેમ જણાવ્યું હતું. ભાવનગરના પછાત વિસ્તાર કરચલીયા પરા, ખેડૂતવાસ, ઘોઘા તાલુકાના ગામડાના અને ભાલના ગામડાના મજૂરોને રોજીરોટી મળતી હતી. જે છીવાઈ જતા આશરે બે હાજર જેટલા મજૂરોને અસર થઇ હોવાનો આક્ષેપ કરાયો છે. જોકે સિઆઇટીયુએ બંદર સમિતિને ટેકો આપીને આગામી દિવસોમાં આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે.
ભાવનગર જીલ્લામાં ઉદ્યોગો છે નહી અને ગરીબોની રોજીરોટી સુધી પ્રશ્ન આવી જતા હવે ગરીબોને આંદોલન છેડવાનો વારો આવ્યો છે ભાવનગર બંદર સમિતિએ આંદોલન કરીને એ સ્પષ્ટ જરૂર કર્યું છે કે ગરીબોના પેટનું જયારે છીનવાય છે ત્યારે સરકાર અને નેતાઓ સામે આંદોલનો થયા છે.