મહુવાની મહિલા અને તેના પુત્ર સામે નોંધાતો ગુનો
ભાવનગર શહેરમાં રહેતી યુવતીના ઘરે મહુવાનો એક યુવક તતા તેની માતાએ જઈ યુવતીના પરિવારજનોને છરી બતાવી યુવતીને લગ્નની લાલચ આપી તેનું અપહરણ કરી જુદી જુદી જગ્યાએ લઈ જઈ તેણી પર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ સી ડીવીઝન પોલીસમાં નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
શહેરનાં વિસ્તારમાં રહેતી યુવતીના ઘરે મહુવામાં રહેતો સોહેલ રજાકભાઈ કાળવાતર તથા તેની માતા શરીફાબેને બે દિવસ પૂર્વે જઈ યુવતીના પરિવારજનોને છરી બતાવી યુવતીને લગ્નની લાલચ આપી તેનું અપહરણ કરી સોહેલએ યુવતીને પ્રથમ સુરત અને બાદ મુંબઈ લઈ જઈ તેણીની મરજી વિધ્ધ વારંવાર દુષ્કર્મ આચર્યું હતુ બાદ તેણીને પોતાના ઘરે મહુવા લાવ્યો હતો. જે બાબતે ભાવનગર સી ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,