ભકતામર સ્તોત્રના ૪૮ શિલાલેખનું આયોજન
સ્થા.જૈન મોટા સંઘ સંચાલિત ભકિતનગર જૈન સંઘ ખાતે ડો.ચંદ્રા અને ડો.મહેન્દ્ર વારીઆ પ્રેરિત જાપમાં સવારના ૭ વાગ્યાથી ભાવિકોની ભરતી અને ૭-૩૧ કલાકે પૂ.ધીરગુરુદેવે નાભિના નાદે જાપનો પ્રારંભ કરતા દિવ્ય શાંતી પ્રસરી હતી. જાપ મધ્યે આદિનાથ ભકતામરના ૪૮ શ્લોક શિલાલેખ માટે રૂ.૧૧૦૦૦/-ના એક શ્લોકના નામકરણમાં ચપોચપ ૩૩ શ્લોક લખાયા હતા. ૨૬મો શ્લોક રૂ.૫૧૦૦૦/-માં લૈલારાની સ્લોન વારીયાએ લીધેલ. જીવદયા માળાનો લાભ રંજના જે.કામદારે લીધેલ. વારીઆ પરીવારનું સન્માન પ્રમુખ હિતેન અજમેરા, જગદીશ શાહ, પ્રકાશ વોરા, રમણીક જસાણી, ડો.હેમાણી વગેરેએ કરેલ. ખીર અને રોકડ પ્રભાવનાની વ્યવસ્થા જીગાર વારીઆ વગેરેએ સંભાળી હતી. ભકતામર શ્ર્લોકમાં લાભ લેવા ઈચ્છુક દાતાઓએ સંઘનો સંપર્ક કરવા જણાવાયું છે.વારીઆ ચૌવિહાર હાઉસ નુતનીકરણ કાર્યનો પ્રારંભ કરવામાં આવેલ છે.