• જુના ઝઘડાનો ખાર રાખી ગુલિયા બંધુ અને ત્રણ સાગરીતો  યુવાન ઉપર  લાકડી અને પાઇપથી તૂટી પડ્યા
  • બી ડિવિઝન પોલીસે ગણતરીના કલાકોમાં  એક શખસને ઝડપી લીધો : ચાર શખસોની શોધ ખોળ

રાજકોટમાં કુખ્યાત ગુલીયા ગેંગ ફરી સક્રિય થઈ છે ત્યારે  કુખ્યાત ગુલીયા, તેનો ભાઈ અને  અન્ય ત્રણ શખસો મળી ભગવતીપરાના રિયલ એસ્ટેટના ધંધાર્થીને  લાકડી-પાઈપથી મારમારી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી  યુવકના હાથ-પગ ભાંગી નાખ્યા અંગે બી. ડિવિઝન પોલીસે ગુનો નોંધી એક શખ્સને ઝડપી લઇ ચાર શખ્સોની શોધખોળ હાથ ધરી છે

બનાવ અંગે રાજકોટમાં ભગવતીપરા મેઇન રોડ પર આવેલ અયોધ્યા પાર્ક શેરી નં.02 માં રહેતાં મોઇનભાઈ અનવરભાઇ જુણેજા એ બી ડિવિઝન પોલીસ મથકે ભગવતીપરામાં રહેતા કુખ્યાત ગુલમહમદ ઉર્ફે ગુલીયો ઈબ્રાહીમ મોડ , સલીમશા હનીફશા શાહમદાર, સદામ હનીફશા શાહમદાર, સાવન મીઠા પરમાર, અને નાસીર ઈબ્રાહીમ મોડ સામે માર માર્યા અંગેની ફરિયાદ નોંધાવી છે.જેમાં જણાવ્યું છે કે

તેઓ જમીન-મકાન લે-વેંચનો ધંધો કરે છે.. ગઈ રાત્રે ધરે જવા માટે નીકળ્યા હતા ત્યારે   સલીમશા શામદાર, સદામ શામદાર, સાવન પરમાર લાકડી, પાઈપ લઈ ઘસી આવી મારમારવા લાગેલા હતા જેમાંથી બચવા ફરિયાદી ભાગ્યા હતા ત્યારે બાદમાં ત્રણેય શખ્સો પણ તેની પાછળ દોડેલ જેથી તે સુખસાગર હોલ પાસેની ગલીમાં પહોચતાં ત્રણેય શખ્સોએ પાછળ આવી લાકડી અને પાઇપો વડે પગમાં ગોઠણથી નીચેના ભાગે ગંભીર ઇજાઓ કરી પગ ભાંગી નાખ્યા હતા.દરમિયાન ત્રણેય શખ્સોએ ગાળો આપી સલીમશાએ કહેલ કે, તને ગુલીયા સાથે દુશ્મની બહુ જ મોંધી પડશે તેમ ધમકી આપી આડેધડ માર મારી ત્રણેય ત્યાંથી નાસી ગયા ગયા હતા આ બનાવમાં ફરિયાદી ઘવાતા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

વધુમાં જણાવ્યું હતું કે,ફરિયાદીને પાંચ  મહીના પહેલાં ભગવતીપરામાં રહેતા ગુલમહંમદ ઉર્ફે ગુલીયો મોડનો પુત્ર આફતાબ ઉર્ફે કારીયો અને મહંમદ હુશેન પઠાણ વચ્ચે કોઇ બાબતે ઝગડો થયો હતો  ગુલમહંમદ ઉર્ફે ગુલીયો મહંમદ પઠાણને માર મારતો હોય ત્યારે તેઓનો ભાઈ માહીદ જુણેજાએ મહંમદ હુશેનનો મિત્ર હોવાથી તેને સપોર્ટમાં આવ્યો હતો.ફરિયાદીના ભાઈને ગુલિયા સાથે  મનદુ:ખ ચાલતુ હોય અને તેના કારણે બંન્ને ભાઇઓના કહેવાથી સાજન પરમારે ફરિયાદી પર   એટ્રોસીટીની ફરીયાદ કરેલ હતી.છતાં ફરિયાદી ગુલીયા અને નાસીરના શરણે  ન થતાં હુમલો કરી દિધો હતો. બનાવ અંગેની ફરીયાદ પરથી બી. ડિવિઝન પોલીસે ગુનો નોંધી પીએસઆઈ એમ.આઈ.શેખ અને સ્ટાફે આરોપીને એક શખસને ઝડપી લઇ ચાર શખસોની શોધ હાથ ધરી છે.

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.