અબતક, રાજકોટ
જંગલેશ્ર્વરમાં એકતા કોલોની-4 માં રહેતી હુશેનાબેન હુશેનભાઇ કટારીયા નામની પરિણીતાએ તેના પતિ હુશેન સતારભાઇ કટારીયા સામે છરીથી હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસમાં ફરીયાદ નોંધાવી છે. ગત તા. ર7ના પિયરમાં કહાનીનો ધાર્મિક કાર્યક્રમ હોવાથી પતિ તેણીને પિયર મુકી ગયો હતો. દરમિયાન તેણી પિયરમાં હતી ત્યારે પતિ પોતાને તેડવા આવ્યો હતો, પરંતુ પતિ અવાર નવાર ચારિત્ર પર શંકા કરી હેરાન કરતો હોય જેથી એ સાથે આવવાની ના પાડી હતી. તેથી તે ગાળો દેવા દેવાનું ચાલુ કર્યુ હતું. જેથી નાની બહેન ફરીદા અને માતા હાલુબેન દોડી આવ્યા હતા બહેને ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાયેલા પતિએ છરી કાઢી બહેનને માથામાં એક ઘા ઝીંકી દીધો હતો. બહેનને બચાવવા જતા મને પણ છરી ઝીંકી દીધી હતી. માતા વચ્ચે પડતા તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બી ડીવીઝન પોલીસે ફરીયાદ નોંધી, હુશેન સતારભાઇ કટારીયાની શોધખોળ હાથ ધરી છે. આ કેસની વિશેષ તપાસ પી.એસ.આઇ. પી.બી. ત્રાજીયા ચલાવી રહ્યા છે.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને મનમાં નવા તાજા વિચારો અને હકારત્મક્તાથી લાભ થાય, લેખન વાંચન અને મનન કરી શકો, દિવસ મધ્યમ રહે.
- Xiaomi એ લોન્ચ કરી તેની બીજી ઇલેક્ટ્રિક YU7 કાર…
- HCએ આસારામના મેડિકલ ગ્રાઉન્ડ પર 3 મહિનાના જામીન કર્યા મંજૂર
- રવિ માર્કેટીંગ સીઝન અંતર્ગત ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મકાઈ, બાજરી, જુવાર અને રાગીની સીધી ખરીદી કરાશે
- Honor પોતાનો નવો ફોન લોન્ચ કરવા આતુર…
- BMW R 12 G/S Enduro મોટરસાઇકલે બજારમાં કરી રી એન્ટ્રી…
- Sensex અને Niftyમાં હલકો ઘટળો IT સેક્ટરને પડ્યો હલકો માર…
- રામલલાના લલાટ પર 4 મિનિટ સુધી ચમકશે સૂર્ય કિરણો..!