ભચાઉ તાલુકાના મોટી ચિરઈ ગામમાં આરઆરસેલની ટીમે દરોડો પાડી બાવળની ઝાડીઓમાંથી રૂ.૨.૭૯ લાખનો શરાબ પકડી પાડયો હતો. જો કે, ત્રણમાંથી એક પણ આરોપી પોલીસના હાથે આવ્યો ન હતો.
આ અંગે પોલીસે જણાવ્યું હતું કે, જુની મોટી ચિરઈમાં શરાબ ઉતર્યો હોવાની બાતમી મળતા આરઆરસેલની ટીમે દરોડો પાડયો હતો. અહીં મંદિરની પાછળ બાવળની ઝાડીઓમાં શરાબ મળી આવ્યો હતો. પોલીસે અંગ્રેજી શરાબની ૨૪ બોટલ કવાટરીયા ૨૩૦ તથા બિયરના ૧૬૫૬ ટીમ મળી આવ્યા હતા. જેની કિંમત રૂ.૨,૭૯,૮૦૦ આંકવામાં આવી છે.
આ શરાબ જૂની મોટી ચિરઈના યુવરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા, જગદિશસિંહ ઉર્ફે મુન્નો ગટોરસિંહ વાઘેલા તથા નવી મોટી ચિરઈના રામદેવસિંહ ઉર્ફે ડકુ રણજીતસિંહ જાડેજાએ રાખ્યો હતો. જો કે આ પ્રણેયમાંથી કોઈ શખ્સ પકડાયો ન હતો. આરઆરસેલની કામગીરીના પગલે સ્થાનિક પોલીસમાં હડકંપ મચ્યો હતો. ત્યારે હવે કોઈ પગલા લેવાય છે કે કેમ તે જોવાનું રહેશે.