અહો…આશ્ર્ચર્યમ્…
ભેંસાણ તાલુકાના બરવાળા ગામના એક ખેડૂતના તબેલામાં રહેલી એક ગીર ગાય વગર ગર્ભધારણ કર્યે બે ટાઈમ દુધ આપતા ખેડુત અને ગામ લોકો નવાઈ પામ્યા હતા. ભેંસાણ તાલુકાના બરવાળા ગામના એક ખેડુત રમેશભાઈ આહીર પાસે 12 વિઘામાં ગાયોનો તબેલો આવેલો છે. જેમાં 12 થી 14 ગાયો તબેલામાં રાખેલી છે. જેમાની એક ગીર ગાય ગર્ભધારણ કર્યા વગર બે ટાઈમ દુધ આપે છે. આવી ગાય ભાગ્યે જ જોવા મળે છે.આ અચરજ પમાડે તેવી બાબતે શંકા ઉદ્દભવતા તેમણે વેટરનીટી ડોક્ટર પાસે તપાસ કરાવતા જણાવ્યુ હતું કે આતો કુદરતી કમાલ ગણાય અને આવી ગાયો લાખોમાં એક જોવા મળતી હોય છે. જ્યારે બીજી તરફ સાધુ સંતોને આ બાબતની જાણ થતા તેઓ ગાયના દર્શને પહોંચ્યા હતા અને ગાયનું નામ કામાંક્ષી રાખવામાં આવ્યું હતું. અને આ ગાયનું દુધ ફક્ત દેવતાઓને આપી તેમ જણાવ્યું હતું. જેથી કરીને આ ગાયના દુધ શીવજીને ચડાવવાય છે સાથે જ ધાર્મીક કાર્યોમાં વાપરાવામાં આવે છે. જેના કારણે આ ગાયના દર્શન કરવા માટે આસપાસના અનેક લોકો અને સાધુ સંતો આવ્યા હતા.