સિવિલ હોસ્પિટલના ગેટ સામે નશાચૂર શખ્સે સ્લમ કવાર્ટરના યુવકને તિક્ષ્ણ હથિયારનો ઘા ઝીંક્યો
શહેરમાં બજરંગવાડી વિસ્તારમાં આવેલા રાજીવનગરમાં રહેતા દંપત્તિ વચ્ચે ઝઘડો થતાં પત્નીએ પતિ વિરૂધ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવતા યુવકને માઠુ લાગી આવતાં પોલીસ કમિશ્નર કચેરી નજીક ફિનાઈલ પી લીધું હતું.
યુવાનને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોfસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.આ બનાવ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ, બજરંગવાડી વિસ્તારમાં આવેલા રાજીવનગરમાં રહેતા મહમ્મદ રફીક અબ્બાસભાઈ પટણી નામના 35 વર્ષના યુવકે સાંજે પાંચેક વાગ્યાના અરસામાં પોલીસ કમિશ્નર કચેરી નજીક ફિનાઈલ પી લીધું હતું.
યુવકને ઝેરી અસર થતાં તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.આ અંગે પ્રાથમિક પૂછતાછમાં ફિનાઈલ પી લેનાર મહમ્મદરફીક પટણી જામનગર રોડ પર ગેરેજ ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. યુવકને ઈદના દિવસે પત્ની સાથે ઝઘડો થતાં પત્નિએ મહમ્મદરફીક વિરૂધ્ધ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પત્નીએ ફરિયાદ નોંધાવતાં મહમ્મદ રફીક પટણીએ પોલીસ કમિશ્નર કચેરી નજીક ફિનાઈલ પી લીધું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે પ્ર.નગર પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં જામનગર રોડ પર આવેલા સ્લમ કવાર્ટરમાં રહેતો સિકંદર તૈયબભાઈ જૂણેજા (ઉ.વ.25) રાત્રીના સાડા આઠેક વાગ્યાના અરસામાં સિવિલ હોસ્પિટલના મેઈન ગેટ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અજાણ્યા શખ્સે દારૂના નશામાં “અહિં શું કામ આવ્યો છો” તેમ કહી તિક્ષ્ણ હથીયાર વડે યુવક પર હુમલો કરી મારમાર્યો હતો. યુવકને ઈજા પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.