અબતક અપ્પુ જોશી
બાબરા
બાબરા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ઠેર ઠેર વ્યાજખોરોએ માઝા મૂકી છે. ગરીબ અને જરૂરિયાત વાળા લોકો 5% થી માંડી ને 30% જેટલું મસમોટું વ્યાજ ચૂકવી રહ્યા છે. બાબરા શહેરમાં જાણે કે કોઈ અધિકારીઓની બીક વગર પણ ગલ્લાની જેમ વ્યાજનો ધંધો શરૂ થયો છે, દુકાનના બીજા ધંધાની આડમાં લાખો કરોડો રૂપિયા મસમોટા વ્યાજથી આપી રહ્યા છે, જેમાં ડાયરીનું ચલણ પૂર જોશમાં ચાલી રહ્યું છે. પૈસાની કોને જરૂર ના હોઈ ?? પણ જરૂરિયાત વાળાનું નિકંદન નીકળી જાઈ એટલો વ્યાજદર એમને આત્મહત્યા કરવા મજબૂર કરે છે.
ડાયરીમાં રોજે રોજનું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ પણ ગણવામાં આવે છે એટલે કે મૂળ રકમ કરતા વ્યાજ નો દર અનેક ગણો વધારે લે છે, કોઈ દવાખાનાના કાર્યમાં તો કોઇ અન્ય કાર્ય અર્થે પોતાની મજબૂરી થી લોકો લે છે અને આવા દલ દલમાં ફસાય છે, વ્યાજ નો ધંધો કરતા લોકો કોઈ લાગણી કે દયા વિના 30% સુધી વ્યાજ વસૂલે છે છતાં તંત્ર અને જવાબદાર લોકો નિંદ્રામાં છે, આ ઉપરાંત ઓનલાઇન જુગાર ધામ પણ બાબરામાં ફૂલ્યા ફાલ્યા છે ગ્રામ્ય વિસ્તારોમાં બાબરાની નામાંકીત દુકાનો વાળા પોતાના મોબાઈલ ફોન 200 કે 400 રૂપિયામાં ભાડે આપી રહ્યા છે.
ગ્રામ્ય વિસ્તારની ભોળી પ્રજા થોડા લાભ માટે પોતાનું ભવિષ્ય અંધકાર મય બનાવી રહી છે તો આવા મોબાઈલ ભાડે આપવા વાળા પર શું કોઈ એક્શન લેવાશે?? વ્યાજ વટાવ વાળા નો અંત આવશે?? વળી વધુમાં ઓનલાઇન મોબાઈલ એપ્લિકેશન પર પણ હજારો થી લખો રૂપિયાનો જુગાર ખુલ્લેઆમ રમાય રહ્યો છે, જે તંત્ર જાણે છે છતાં કઈ હરકતમાં આવતા નથી. બાબરા પોલીસ સ્ટેશનના અધિકારીઓને કદાચ આ બાબત ધ્યાને આવી લાગતી નથી અને જો ધ્યાને આવશે તો કડક કાર્યવાહી હાથ ધરશે તો આવા તત્વોને પકડાઈ જતા અને પિંજરે પૂરતા વાર નહિ લાગે એ નક્કી વાત છે. અત્યારે સમગ્ર બાબરા પંથકમાં આ એક ગંભીર ચર્ચાનો વિષય બની ગયો છે.
લોકોની માંગ છે કે સત્વરે પોલીસ ડિપાર્ટમેન્ટ કાંઈક કાર્યવાહી કરે અને આવા ઊંધે રવાડે ચડેલા યુવાધનને યોગ્ય રસ્તે વાળે. આ બાબત લોકમુખે ચર્ચાઈ રહી છે અને જરૂર જણાશે છે તો અમરેલી એસ.પી.ને સંડોવાયેલા તત્વોના નામ સાથે યાદી આપવામાં આવશે.