અલ્હાબાદ હાઈકોર્ટના ૨૦૧૦ના ચુકાદા વિરુધ્ધ દાખલ યેલી અરજીઓ પર સુનાવણી
રામ જન્મભૂમિ-બાબરી મસ્જીદ જમીનના માલીકી હકક બાબતે અનેક અરજીઓ પર આજી મહત્વપૂર્ણ સુનાવણી હા ધરશે. આ સુનાવણી મહત્વની ગણવામાં આવી રહી છે કારણ કે, ચિફ જસ્ટીસ દિપક મિશ્રાની અધ્યક્ષતાવાળી સ્પેશ્યલ બેંચે લોકસભાની ચૂંટણી બાદ સુનાવણી હા ધરવાની સુન્ની વકફ બોર્ડ અને અન્ય અરજીઓને ફગાવી હતી.
પેનલે ગત ડિસેમ્બરે સ્પષ્ટ કર્યું હતું કે, ૮ ફેબ્રુઆરીી આ અરજીઓ પર અંતિમ સુનાવણી કરવામાં આવશે. પક્ષોને આ અંગે જરૂરી કાયદાકીય દસ્તાવેજ સોંપવા પણ પેનલે જણાવ્યું હતું. વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ અને રાજીવ ધવને કહ્યું હતું કે, દિવાની અપીલોને કાંતો ૫ કે ૭ ન્યાયાધીશોને સોંપવામાં આવે અવા તો પછી કેસની ગંભીરતા અને સંવેદનશીલતાને, દેશની ધર્મ નિર્પેક્ષતા અને રાજતંત્ર પર તેનો પ્રભાવ ધ્યાનમાં રાખીને ૨૦૧૯ માટે સુનાવણી રાખવામાં આવે.
વડી અદાલતે જન્મભૂમિ વિવાદમાં અલ્હાબાદ હાઈકોર્ટના ૨૦૧૦ના ચુકાદા વિરુધ્ધ ૧૪ દિવાની અરજીઓ સંબંધીત એડવોકેટ ઓન રેકોર્ડને સુનિશ્ર્ચિત કરવા જણાવ્યું હતું. તમામ જરૂરી દસ્તાવેજો વડી અદાલતની રજિસ્ટ્રીને સોંપવાની તાકીદ કરી હતી.
૩૦ સપ્ટેમ્બર ૨૦૧૦ના રોજ અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ ખંડપીઠે ચુકાદામાં કહ્યું હતું કે, ત્રણ ગુંબજોના ઢાંચામાં વચ્ચેનો ગુંબજ હિન્દુઓનો છે. અલ્હાબાદ હાઈકોર્ટે પોતાના ચુકાદામાં અયોધ્યામાં ૨.૭૭ એકરની વિવાદાસ્પદ જમીનને ૩ ભાગમાં વેંચી તેને સુન્ની વકફ બોર્ડ, નિર્મોહી અખાડા અને રામલ્લા વચ્ચે વહેંચી દેવાની વ્યવસ કરી હતી. ત્યારબાદ હિન્દુ મહાસભાએ સુપ્રિમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. બીજીબાજુ સુન્ની વકફ બોર્ડે પણ હાઈકોર્ટના ચુકાદા સામે અરજી કરી હતી. અન્ય પક્ષકારો પણ પોતાની અરજી સો જોડાયા હતા.
વડી અદાલતે સ્પષ્ટ કર્યું છે કે, કોઈપણ પરિસ્થિતિમાં સુનાવણીનું સ્ગન કરવામાં આવશે નહીં. ગત સુનાવણીમાં ચિફ જસ્ટીસ દિપક મિશ્રા, ન્યાયમૂર્તિ અશોક ભૂષણ અને ન્યાયમૂર્તિ એસ.અબ્દુલ નજીરની ત્રણ સભ્યોવાળી વિશેષ ખંડપીઠે સ્પષ્ટતા કરી હતી કે, કોઈપણ પરિસ્થિતિમાં સ્ગન નહીં થાય. વિશેષ ખંડપીઠે જ અલ્હાબાદ હાઈકોર્ટના ૨૦૧૦ના ચુકાદા વિરુધ્ધ દાખલ કરેલી અરજીઓ પર સુનાવણી કરવા માટે સહમતી દર્શાવી હતી. જેના પરિણામ સ્વરૂપ આજી સુનાવણી હા ધરવામાં આવનાર છે. આ કેસનો નિકાલ ૨૦૧૯ની લોકસભા ચૂંટણી પહેલા જ ઈ જાય તેવી સંપૂર્ણ શકયતા દેખાઈ રહી છે.