૧૭ ગોલ્ડ, ૧ સિલ્વર અને ૫ બ્રોન્ઝ પદકો છતા લોન અને દેણામાં ડૂબ્યો બોકસર
કેટલાકને જેકપોટ લાગતા રાતોરાત કરોડપતી બની જાય છે તો એવા લોકો પણ છે જેને મહેનત કર્યા છતા યોગ્ય પરિણામો મળતા નથી. બોકસીંગમાં ખૂબજ ટુંકુ છતા વિજયી કેરીયર બનાવનાર દિનેશકુમારે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય લેવલે બોકસીંગમાં અનેક સિધ્ધઓ હાંસીલ કરી ચૂકયા છે.
છતા જીવન નિર્વાહ માટે તેણે કૂલ્ફી વહેંચવી પડી રહી છે. અર્જુન એવોર્ડને સ્વિકારનાર દિનેશે વૈશ્વિસ્તરે ૨૦૧૦ એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ જીતી ભારતના ધ્વજને ફરકાવ્યો હતો. તેનો કેરિયરમાં દિનેશે ૧૭ ગોલ્ડ, ૧ સિલ્વર અને ૫ બોન્ઝ મેડેલ જીત્યા છે.
આંતરરાષ્ટ્રીય લેવલે રમવા માટે દિનેશના પિતાએ પહેલાથીજ લોન અને ઉધાર પૈસા લીધા હતા, ત્યારે જ રોડ અકસ્માતમાં દિનેશને ઈજા થતા તેની સારવાર માટે વધુ નાણાંની આવશ્યકતાથઈ હતી દિનેશ પોતાની આવડતને કારણે મોટાભાગની તેની બોકસીંગ મેચો જીત્યા હતા.
પરંતુ તેનું આ સપનું પરિવારને દેણા તરફ ધકેલી રહ્યું હતુ અને તેને કારણે દિનેશ પણ લોન ભરવા માટે તેના પિતા સાથે કૂલ્ફી વહેચવા લાગ્યો આ અંગે દિનેશે કહ્યું હતુ કે ઘરની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાને કારણે મારે જીવન નિર્વાહ માટે આઈસ્ક્રીમ વહેચવું પડે છે.
મારૂ સપનું પૂરૂ કરવા માટે મારા પિતાએ લોન લઈને પણ મને આગળ વધાર્યો તેથી હું આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ રમી શકયો, પરંતુ હું પણ સરકારી નોકરી કરવા માંગું છું પરંતુ સરકાર તરફથી મને કોઈ પણ પ્રકારની સહાય મળી નથી.
જો મને થોડી પણ મદદ મળે તો હું આંતરરાષ્ટ્રીય લેવલે યુવાનોને તૈયાર કરવા માંગુ છઉં કુમારના કોચ વિશ્વનુ ભાગવાને પણ કહ્યું કે કુમાર ખૂબજ સક્ષમ બોકસર છે.જો તેનું દેણુ ભરવામાં સરકાર મદદ કરે તોજ તે ભવિષ્યમાં ટકી શકશે.