ભારતીય સૈન્યના આધુનિકરણ અને રોજીંદા ખર્ચ માટે બજેટમાં રૂ.૨.૦૪ લાખ કરોડ ઉપરાંત હજારો કરોડની આવશ્યકતા
ડોકલામમાં ચીનના લશ્કર સાથે યુધ્ધના ડાકલા વાગી રહ્યા છે. ત્યારે ભારતીય સૈન્યને આધુનિકરણ અને રોજીંદા ખર્ચ માટે રૂ..૨૦ હજાર કરોડની તાતી જરૂર છે.વર્ષ ૨૦૧૭-૧૮ના બજેટમાં સંરક્ષણ માટે રૂ.૨.૭૪ લાખ કરોડ ફાળવવાની જાહેરાત થઈ હતી.આ રકમ ઉપરાંત વધારાનારૂ. ૨૦,૦૦૦ કરોડની માંગણી સંરક્ષણ સચીવ સંજય મીશ્રાએકરી છે.
ચાલુ વર્ષે સંરક્ષણ બજેટની ૫૦ ટકા કેપીટલ અને ૪૧ ટકા રેવન્યુની જોગવાઈ તો પૂર્ણ કરાઈ છે. ઉપરાંત હથીયારોની આયાત ઉપર કસ્ટમ ડયુટીના કારણે સંરક્ષણ બજેટમાં ગાબડુ પડયું છે.રોજીંદા ખર્ચ અને પગાર ચૂકવવા માટે રૂ.૧,૭૨,૭૭૪ કરોડની જોગવાઈક થઈ છે.ચીન સાથે ૧૯૬૨માં યુધ્ધ બાદ આ આંકડો હાલની સરખામણીએ ઓછો હોવાનું નિષ્ણાંતોનું માનવું છે.
આગામી પાંચ વર્ષમાં દેશના સંરક્ષણ માટે રૂ‚ ૨૬.૮૪ લાખ કરોડની આવશ્યકતા હોવાનો અંદાજ છે. આમિ, એરફોર્સ અને નેવીને કોઈને કોઈ ક્ષેત્રે હાજી નાણાની તંગી પડી રહી છે.હાલ ભારતીય સૈન્ય માટે રશીયા, ઈઝરાયલ અને ફાંસ પાસેથી શસ્ત્ર સંરજામની ખરીદી કરવાની તૈયારી છે.
આ કરાર માટે તબકકાવાર અબજો ‚પીયા ફાળવવામાં આવશે. ગત વર્ષ ઉરી સહિતના આતંકી હુમલાઓની દહેશતે દેશના કોઈપણ પૂણે મોટા આતંકી હુમલાને જડબાતોડ જવાબ દેવા માટે સૈન્યને તૈયાર રાખવું જરૂરી બને છે.
માટે હાલ રૂ.૨૦ હજાર કરોડની સૈન્યના આધુનીકરણ માટે તાતી જ‚ર ઉભી થઈ છે. ભારતીય સૈન્યના આધુનિકરણ માટે વિકસિત દેશો સાથે અનેક મહત્વના કરાર થયા છે.
સરકાર દર વર્ષે સંરક્ષણ બજેટમાં તબકકાવાર વધારો કરે છે. હાલ ચીન સાથે દોકલામ સરહદ વિવાદ ચાલી રહ્યો છે.ચીન તરફથી યુદ્ધની ધમકીઓ મળી રહી છે ત્યારે ભારતીય સૈન્યના શસ્ત્ર સરંજામ માટે રૂ.૨૦ હજાર કરોડની તાતી જરૂર છે.
અગાઉ પણ ભારતીય સૈન્ય પાસે રહેલ શસ્ત્ર સરંજામ મુદે અનેક વખત સવાલો ઉઠી ચુકયા છે. પાકિસ્તાન સાથે અવાર-નવાર ઘર્ષણ થતું હોય છે.
છેલ્લા બે વર્ષમાં જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલાઓની સંખ્યા અને ભયાનકતા વધી ગઈ છે. ઉપરાંત દેશના ઘણા ખૂણે આતંકી ગતિવીધી થાય છે. પરિણામે દેશના સંરક્ષણ માટે દર વર્ષે અબજોરૂપિયાનું ભંડોળ ફાળવવાની સરકારને ફરજ પડે છે.
છેલ્લા ૧૦ વર્ષમાં સરકારે સંરક્ષણ માટેની ટકાવારી અનેક ગણી વધારી દીધી છે. ભારતની આસપાસ પાકિસ્તાન જેવો પરંપરાગત શત્રુ તેમજ ચીન જેવો ખંધો શત્રુ હોવાના કારણે સૈન્યને સતર્ક રાખવુ જરૂ‚રી બને છે.