- સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ : ચાર લૂંટારૂઓને ઝડપી પાડવા ઠેર-ઠેર નાકાબંધી
ઐતિહાસિક નગર અંજારમાં સતત ધમધમતા એવા પોશ વિસ્તારમાં આવેલા મહાવીર ડેવલોપર્સમાં આજે રાત્રિના સમયે પોલીસના નાક નીચે કોઈ અજાણ્યા ચારથી પાંચ ઇસમ ધસી ગયા હતા અને છરીની અણીએ બે કર્મચારી પાસેથી રોકડ રૂપિયા 40 લાખની મત્તા ભરેલા થેલાની લૂંટ ચલાવી લૂંટારુઓ પલાયન થઈ જતાં ચકચાર મચી ગઇ હતી.
આ બનાવના પગલે કાયદાના રક્ષકોમાં જબ્બર દોડધામ થઈ પડી છે. આ બનાવ ઉપરાંત પૂર્વ કચ્છમાં પણ હુમલો કરી લૂંટના બે બનાવ પણ નોંધાયા હતા, જે રીતે લૂંટના બનાવને અંજામ અપાયો સુનિયોજિત કાવતરું હોવાની શક્યતા નકારી શકાતી નથી.
વિશ્વસનીય સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ ગત રાત્રિના અરસામાં આ ચર્ચાસ્પદ ઘટના ઘટી હતી. અંજારની મિસ્ત્રી કોલોનીમાં, શાળા નંબર-3ની નજીક આવેલા મહાવીર ડેવલોપર્સના બે કર્મચારી થેલામાં રોકડ રકમ ભરીને ગાડીમાં રાખવા જતા હતા. આ વેળાએ બે મોટરસાઈકલ ઉપર બુકાનીધારી ચારથી પાંચ શખ્સ ધસી ગયા હતા અને છરી બતાવી કર્મચારીઓ સાથે ઝપાઝપી કરી હતી. જેમાં એક કર્મચારી જમીન પર પડી ગયો હતો. ત્યારબાદ આ ઈસમોએ રોકડ રૂપિયા 40 લાખથી વધુ રકમ તથા સાહિત્ય ભરેલા થેલાની લૂંટ ચલાવી લૂંટારુઓ પલાયન થઈ ગયા હતા.
બનાવને અંજામ અપાયા બાદ બે બાઈકસવાર તુરંત નાસી ગયા હતા અને થેલો ઝૂંટવી બીજી બાઈક ઉપર અન્ય બે શખ્સ પળભરમાં ઓઝલ થઈ ગયા હતાં. ડેવલોપર્સ પેઢીમાં સનસનીખેજ લૂંટની ઘટનાની જાણ થતાં પૂર્વ કચ્છ પોલીસવડા સાગર બાગમાર તેમજ અંજાર પોલીસનો કાફલો તાબડતોડ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને બનાવ પાછળના તથ્યો જાણવાના પ્રયાસો હાથ ધર્યા હતા.
ત્યારે પોલીસ લાઇન અને પોલીસ મથકના નજીકના અંતરે તેમજ પોશ વિસ્તારમાં બનેલા આ બનાવથી ભારે ચકચાર મચી ગઇ હતી. આ અંગે પૂર્વ કચ્છ એસપી સાગર બાગમારે જણાવ્યું હતું કે, રાત્રિના આઠથી સાડા આઠેક વાગ્યાના અરસામાં ડેવલોપર્સ પેઢીના કર્મચારીઓ રોકડ તેમજ અન્ય સાહિત્ય ભરેલો થેલો ગાડીમાં રાખવા જતા હતા. ત્યારે અજાણ્યા ચાર જેટલા શખ્સ થેલો ઝૂંટવી નાશી છૂટયા હતા. ઘટનાને પગલે પોલીસે એલસીબી એસ.ઓ.જી. સહિતની જુદી-જુદી ટીમો બનાવી, સીસીટીવી ફૂટેજ સહિતની મદદથી આરોપીઓને પકડી પાડવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
આરોપીઓને ઝડપી પાડવા પોલીસે નાકાબંધી સહિતનાં પગલાં લીધાં છે. નોંધનીય છે કે, ટૂંક સમયમાં જ મહાવીર ડેવલોપર્સ દ્વારા લોકોની સેવાર્થે એક મોટી હોસ્પિટલ શરૂ થવાની છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગાંધીધામ તાલુકાના મીઠીરોહર નજીક ટ્રકચાલકને છરી બતાવી રોકડ સહિતની મલમત્તાની લૂંટ ચલાવાઈ હતી તેમજ ભચાઉમાં પણ લૂંટનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. આ દરમ્યાન ઐતિહાસિક નગરમાં મહાવીર ડેવલોપર્સમાં કર્મચારીઓ સાથે ઝપાઝપી કરી છરીની અણીએ રોકડની લૂંટ ચલાવાતાં પૂર્વ કચ્છમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી હોવાની રાવ લોકોમાંથી ઊઠી હતી. અગાઉ પણ પૂર્વ કચ્છમાં આદિપુરમાં એક્સિસ બેન્કના એટીએમમાંથી ભરબપોરે તેમજ ગાંધીધામમમાં બેન્કિંગ સર્કલ વિસ્તારમાં પણ એટીએમમાં પૈસા ભરતી એજેન્સીની લાખોની રોકડ ભરેલી વાન તસ્કરો હંકારી જવાનો બનાવ પણ તાજેતરમાં જ બન્યો હતો.
ગાંધીધામમાં છાસવારે લૂંટની ઉઠતી ફરિયાદો
ગાંધીધામ તાલુકાના મીઠીરોહર નજીક ટ્રકચાલકને છરી બતાવી રોકડ સહિતની મલમત્તાની લૂંટ ચલાવાઈ હતી તેમજ ભચાઉમાં પણ લૂંટનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. આ દરમ્યાન ઐતિહાસિક નગરમાં મહાવીર ડેવલોપર્સમાં કર્મચારીઓ સાથે ઝપાઝપી કરી છરીની અણીએ રોકડની લૂંટ ચલાવાતાં પૂર્વ કચ્છમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી હોવાની રાવ લોકોમાંથી ઊઠી હતી. અગાઉ પણ પૂર્વ કચ્છમાં આદિપુરમાં એક્સિસ બેન્કના એટીએમમાંથી ભરબપોરે તેમજ ગાંધીધામમમાં બેન્કિંગ સર્કલ વિસ્તારમાં પણ એટીએમમાં પૈસા ભરતી એજેન્સીની લાખોની રોકડ ભરેલી વાન તસ્કરો હંકારી જવાનો બનાવ પણ તાજેતરમાં જ બન્યો હતો.
લૂંટારૂઓ જાણભેદુ કે પછી અગાઉ રેકી કરી ગયાં’તા?
અંજારની મિસ્ત્રી કોલોનીમાં શાળા નંબર-3ની નજીક આવેલા મહાવીર ડેવલોપર્સના બે કર્મચારી થેલામાં રોકડ રકમ ભરીને ગાડીમાં રાખવા જતા હતા. આ વેળાએ બે મોટરસાઈકલ ઉપર બુકાનીધારી ચારથી પાંચ શખ્સ ધસી ગયા હતા અને છરી બતાવી કર્મચારીઓ સાથે ઝપાઝપી કરી હતી. આ ઈસમોએ રોકડ રૂપિયા 40 લાખથી વધુ રકમ તથા સાહિત્ય ભરેલા થેલાની લૂંટ ચલાવી લૂંટારુઓ પલાયન થઈ ગયા હતા. હવે મહત્વપૂર્ણ બાબત એ છે કે, કર્મચારીઓ પેઢીની ઓફિસમાંથી બહાર નીકળ્યા ત્યારે જ લૂંટારુઓ આવી ચડ્યા હતા જેથી લૂંટારુઓ જાણભેદું હોવાની પ્રબળ શક્યતા છે અને લૂંટારુઓ બખૂબી કર્મચારીઓનો બહાર નીકળવાનો સમય તેમજ રોકડ અંગે જાણતા હતા.