શહેરમાં નવરાત્રી દરમ્યાન અનેક જગ્યાએ નાની નાની બાળાઓ માટે પ્રાચીન ગરબીનું આયોજન થયું છે. જો કે ઘણી પ્રાચીન ગરબીમાં વિવિધ રાસ શહેરીજનોને અભિભૂત કરતા હોય છે. અઠીંગો, મંજીરા, ખંજુરી દાંડિયા, તલવાર રાસ, મશાલ રાસ વગેરે રાસ પ્રાચીનગરબીમાં રમાતા હોય છે.
કુવાડવા રોડ પર માનવ ક્રાંતી સેવા ટ્રસ્ટ આયોજીત નવદુર્ગા ગરબી મંહળમાં બાળાઓએ હુડો રમીને પ્રાચીન પરંપરા ઉજાગર કરી હતી અહીં હુડો ઉપરાંત વિવિધ રાસ રમાડવામાં આવે છે. અહીં નાની બાળાઓને ગરબે રમતી જોવા લોકોના ટોળા ઉમટે છે.
આઉપરાત રૈયા રોડ પર મોમાઈ ગરબમાં ચોથા નોરતે મશાલ રાસ રમાયો હતો. છોકરાઓએ હાથમાં મશાલ રાખી વીસેક મીનીટ અંબા અભય પદદાયિની રે… ગરબા પર રાસ રમ્યો હતો.
તો રૈયા રોડ પરની જ જય ચામુંડામાં ગરબી મંડળમાં છોકરીઓએ ર્માં મોગલના ગરબા પર મોગલ રાસ રજૂ કર્યો હતો. ર્માં મોગલનું સ્વરૂપ ધારણ કરી આશરે ૪૫ મીનીટ સુધી જગદંબાની આરાધના કરવામા આવી હતી. અનેક લોકોએ આ રાસ નિહાળ્યો હતો.