ભાટીયા ના સંકર ટેકરી વિસ્તાર મા ગઈ કાલે થયેલ ટ્રક ચાલક ની બે ફીકરાઈ ને કરને થયેલ અકસ્માત મા માસુમ બાળ નું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મૃત્યુ નાપજેલ જેના ઘેરા પ્રત્યાધાતો પડેલ ને ભાટીયા ના ગ્રામજનો બહોળી સંખ્યામાં હાજર રહી ભાટીયા ઓ.પી. મા લેખિત મ આવેદન પત્ર પાઠવામાં આવ્યું હતું.
ગઈ કાલે સવાર ના સુમારે જાતિન જગદીશભાઈ દુબે ઉ.વ. ૧૩ વાળો બાળક પોઅતની સાયકલ લઇ સ્કુલે નીકળ્યો હતો ત્યારે ભાટીયા ના શંકર ટેકરી વિસ્તર મા ટ્રક નંબર GJ10 Z૮૦૦૯ નંબર ના ટ્રક ડ્રાઈવર ની બે ફીકરાઈ ભરી ડ્રાઈવિંગ ના કરણે જતિન ને હડફેટે લેતા તે બાળક નું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મૃત્યુ નીપજેલ જયારે આ અકસ્માત કરી ટ્રક ડ્રાઈવર પોતાનો ટ્રક છોડી નાસી છૂટ્યો હતો.
આશ્ચર્યજનક વાત તો તે છે કે આ દુખદ ઘટના ના ચોવીસ કલાક બાદ પણ ટ્રક ના માલિક કે ટ્રક ડ્રાઈવર કોણ હતો તે પોલીસ પાસે ચોક્કસ જાણકારી નથી ત્યારે આ બનાવ ના ઘેર પ્રત્યાઘાતો ભાટીયા ના નાગરિકો મા પડ્યા છે ને બહોળી સંખ્યામાં લોકો હાજર રહી ભાટીયા ઓ.પી. મા લેખિત આપેલ જેમા ભાટીયા ની મુખ્ય બજારો મા થી પસાર થતા ઓવરલોડ ટ્રકો ને તેમજ બે ફીકરાઈ થી ચલાવતા ટ્રક તાત્કાલિક ધોરણ થી બંધ કરવામાં આવે સાથે ડ્રાઈવરો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત પોલીસ ને કરવામાં આવી હતી.
જો તત્કાલ ના ધોરણે આ કાર્યવાહી તંત્ર દ્વારા નહિ કરવામાં આવે તો ગાંધીચિંધ્યા માર્ગ અંદોલન કરવા ની ચીમકી પણ આવેદન મા ઉચ્ચારી હતી, ને આવેદન કારીઓ દ્વારા નહીચાલે નહીચાલે દાદાગીરી નહિ ચાલે તેવા પોલીસ સ્ટેસન પાસે થી સુત્રોચ્ચાર પણ કરવામા આવ્યા હતા ત્યારેજ ત્યાં થી એક ટ્રક ઓવર લોડ ભરી ને જતો હોય તે ટ્રક ને લોકો દ્વારા ઘેરાવ કરેલ હતો અને પોલીસ દ્વારા તેને ડીટેન કરવાની ફરજ પડેલ.
સળગતો પ્રશ્ન એ છે ભાટીયા પોલીસ સ્ટેસન સામે થી જ આ તમામ વાહનો અવાર જવર થતી હોય છે ત્યારે સુરક્ષા ના નામે સામાન્ય વાહનો ડીટેન કરતી પોલીસ આ ઓવરલોડ ટ્રકો સામે નજર નહિ ગઈ હોય ?