ઓઇલ મીલમાં નજીવી બાબતે સહ કામદારે પાઇપ ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો
અમરેલીમાં લીલીયા રોડ પર આવેલી ઓઢ ઓઇલ મિલમાં રહેતા અને મજુરી કામ કરતા બે શ્રમિકો વચ્ચે રસોઇ બનાવતા નથી આવતી તેવું નજીવી બાબતે ઝડઘો થતા સહકામદારે શ્રમિકને લોખંડના પાઇપ વડે માર મારી મોતને ઘાટ ઉતારયોછે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ અમરેલીમાં લીલીયા રોડ પર આવેલી એક ઓઇલ મીલમાં કામ કરતાં પરપ્રાંતિય મજુર પાંડુરંગ અભંગ અને ચંદ્રકાંત મારૂતિ આંબેડકર વચ્ચે ગત તા. 6 ના રાત્રીના સમયે રસોઇ બનાવાની નજીવી બાબતે ઝઘડો થયો હતો જેમાં ચંદ્રકાંતે લોખંડનો પાઇપ એકનાથના માથામાં અને તેના શરીરે આડેધડ ઘા ઝીંકતા અને ચંદ્રકાતને માથામાં ભાગે વાગતા લોહી નીકળયું હતુ ઝઘડો થતા અન્ય મજુરો તેઓને છોડાવવા માટે ગયા હતા અને બાદ બન્ને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા બાદ સવારે ચંદ્રકાતને ઉઠાવતા તે ઉઠયો ન હોવાથી તબીબે તપાસ કરતા તેને મરણ જાહેર કરાયો છે. આ અંગે બનાવની જાણ પોલીસમાંથી થતા સ્ટાફ દોડી ગયો હતો અને ચંદ્રકાતની લાશને પીએમ અર્થે ખસેડવામાં આવી હતી.
માથામાં ઇજા થવાના કારણે મોત નીપજતા ઓઇલ મીલના મેનેજરની ફરીયાદના આધારે એકનાથ પાંડુરંગ વિરુઘ્ધ ગુનો નોંધી અમરેલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.