વહેલી સવારે મંગલા આરતીનો હજારો ભાવિકોએ લીધો
શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમમાં જગતજનની અંબાનું ધામ અંબાજી દેશ વિદેશમાં વિખ્યાત છે. માં અંબા ના દર્શન કરવા દેશ વિદેશથી માઇભક્તો અંબાજી આવતા હોય છે. તહેવારોમા માં અંબાનું ધામ ભક્તોથી ઉભરાઈ જતું હોય છે. મંદિરમાં પૂનમ આજે કરવામાં આવી હતી.
જે આજે સવારે 7 વાગ્યા સુધી હતી. અમુખ લોકોએ ગઈ કાલે પણ પૂનમ અને રક્ષાબંધનનો પર્વ ઉજવ્યો હતો. તો અંબાજી મંદિરમાં ધાર્મિક વિધાન હિસાબે આજે 7 વાગ્યા સુધી અંબાજીમાં પૂનમ કરવામાં આવી હતી.
આજે અંબાજી મંદિરમાં પૂનમ અને રક્ષાબંધન પર્વ નિમિત્તે વેહલી સવારે 6 કલાકે માતાજી ની મગલા આરતી કરવામાં આવી હતી. પૂનમ અને પર્વ નિમિતે અંબાજી મંદિરમાં માતાજીની વિશેષ પૂજા અર્ચના કરવા માં આવી હતી. માતાજીની મંગળા આરતીમાં મોટી સંખ્યામાં માઇભક્તો જોડાયા હતા.
આજે અંબાજી મંદિરમાં 7 વગ્યા સુધી પૂનમ કરવામાં આવી છે. આજે પૂનમ હોવાથી માતાજીની વિશેષ પૂજા કરવામાં આવી હતી. માતાજીની મંગળા આરતી વહેલી સવારે 6 કલાકે કરવામાં આવી હતી.