કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજગુરુનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં ઇન્દ્રનીલ રાજગુરુ સભામાં કહી રહ્યા છે મારા મતે અલ્લાહ અને મહાદેવ બંન્ને એક છે.સોમનાથ હું બસમાં જાવ કે અજમેર ટ્રેનમા જાવ મને એટલીજ ખુશી મળે છે. અજમેરમાં હું નમસ્કાર કરું તો મને મારો મહાદેવ દેખાય છે. આ મામલો લોકો વિવિધ ટીપ્પણી કરી રહ્યા હતા ત્યારે આ મામલે ઈન્દ્રનીલે ખુલાસો આપ્યો હતો.

રાજકોટ કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરુ એ જંગલેશ્વર સભાના નિવેનદ મામલે ખુલાસો આપ્યો છે. ઇન્દ્રનીલ રાજગુરુએ જણાવ્યું હતું કે, મેં એવું કીધું હતું કે મારી શ્રધા મહાદેવ છે. આ નિવેદન બાદ ઈન્દ્રનીલ રાજગુરૂએ મીડિયા સમક્ષ સ્પષ્ટત્તા કરી હતી કે મારા નિવેદનનો અર્થ બીજો કાઢવામાં આવી રહ્યો છે.મારા મતે હિન્દૂ હોઈ કે મુસ્લિમ તમામ સમાજને સાથે રાખીને હું ચાલ્યો છું.

Screenshot 1 52
અત્રે ઉલ્લેખનીય છે કે આવતી કાલે ઈન્દ્રનીલે રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં રોડ શો યોજ્યો હતો. જંગલેશ્વર વિસ્તારમાં તો અગાઉ ક્યારેય ન સર્જાયા હોય તેવા દ્રશ્યો ઇન્દ્રનીલ રાજગુરુના રોડ શોમાં જોવા મળ્યા હતા. આ વિસ્તારમાં આવેલી સોસાયટીઓમાં જ્યાં જ્યાં ઇન્દ્રનીલ રાજગુરુ ગયા ત્યાં તેમના ઉપર ફૂલ વર્ષા થઇ હતી અને ઇન્દ્રનીલ તુમ આગે બઢો, હમ તુમ્હારે સાથ હૈ નાં નારા લાગ્યા હતા. આ વિસ્તારના લોકોનો આવો પ્રેમ જોઇને ઇન્દ્રનીલ રાજગુરુ ગળગળા થઇ ગયા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.