૧૧૧ બહેનો દ્વારા કૃષ્ણ, બળદેવ અને શુભદ્રાબેનને રક્ષા સુત્ર બાંધી કરાયું પૂજન
વર્ષા ઋતુના પ્રારંભે ભગવાન શ્રી જગન્ના પોતાના બહેન સુભદ્રાજી અને મોટાભાઇ બળભદ્રજી ભૈયા સાથે પોતાના ભકતોન દર્શન અને પૂજનનો લાભ આપવા શહેરમાં પધારતા હોય છે. એસજીવીપીના અધ્યક્ષ શાથી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી, પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની આગેવાની હેઠળ આજે શનિવારે બપોરે ૨ કલાકે મેમનગર ગુરુકુલી ભવ્ય રથયાત્રા નીકળી હતી.
પ્રારંભમાં ગુરુકુલમાં બિરાજીત જગન્ના ભગવાન, સુભદ્રાજી અને બલરામ ભૈયાનું દર્શનમ સંસ્કૃત મહાવિદ્યાલયના વિદ્વાન પંડિત રામપ્રિયજીએ વૈદિકવિધિ સાથે ષોડશોપ ચાર પૂજન કર્યું હતું. ત્યારબાદ ૧૧૧ બહેનોએ ભગવાન શ્રીકૃષ્ણ, બળરામ ભૈયા અને સુભદ્રાબેનને રક્ષા સુત્ર બાંધી પૂજન કર્યુ. ઠાકોરજીની આરતિ ઉતાર્યા બાદ સોનાની સાવરણીથી વાળી, પહિંદ વિધિ કરી પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીએ તા- પુરાણી ભકિતપ્રકાશદાસજી સ્વામીએ રથનું દોરડું ખેંચી પ્રસન કરાવ્યું હતું.