યુવકે યુવતીને નામ બદલીને પ્રેમજાળમાં ફસાવી
લવજેહાદ શબ્દ છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં રહ્યો છે, ત્યારે આ કિસ્સાઓ વધવા પર જ છે. જેમાં યુવતીઓને પ્રેમજાળમાં કસવી યુવકો તેનું માનસિક અને શારીરિક શોષણ કરે છે. અને અનેક પ્રકારના વાયદો કરી રસ્તે રજળતી મૂકી જતા રહે છે. એવો જ એક કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે.
અમદાવાદની એક સગીરાને ઇલીયાસ નામના યુવકે પોતાનું નામ બદલીને પ્રેમજાળમાં ફસાવી હતી. અને પછી લલચાવી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ સમગ્ર મામલો પોલીસ પાસે પહોચતા ઈલિયાસની ધરપકડ કરી હતી. સગીરાની માતાએ દુશ્કારમાં આચરનાર સામે ફરિયાદ નોંધાવતા સમગ્ર ઘટના પરથી પળદો ઉઠ્યો હતો.
અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં રહેતી ૧૬ વર્ષીય સગીરા પોતાનું નામ યશ જણાવી અને ઇલિયાસે પ્રેમજાળમાં ફસાવી હતી. અને લાગણીનો ફાયદો ઉઠાવી તે સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. પરંતુ જયારે સગીરાને યશના સાચા નામની જાણ થયી ત્યારે તેને તેની માતાને સમગ્ર ઘટના જણાવી હતી. માતાએ સમયસુચકતા દર્શાવી ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ઇલીયાસ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદ બાદ પોલીસે આ અંગે તપાસ હાથધરી હતી, ઈલિયાસની ધરપકડ કરી હતી. ઈલીયાસે સગીરાને એક કપડાની દુકાનમાં કામ અપાવ્યું હતું અને ખોટું નામ કહી તેને ફસાવી હતી. આ અંગે પોલીસે વધુ તપાસ હાથધરી છે.