- શિવ વંદના ચેરીટેબલ ટ્રસ્ટના ઉપક્રમે મહાયજ્ઞ સમી
- અબતકની મુલાકાત મા શિવ વંદના ટ્રસ્ટના આગેવાનો આદિ કૈલાશની વિશ્ર્વની સૌ પ્રથમ શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞ કાર્યક્રમની આપી વિગતો
- સૌરાષ્ટ્રના પાટનગર અને ધર્મ અનુરાગી ઓળખ ધરાવતા રાજકોટના નામે આદિ કૈલાશમાં વિશ્વની સૌથી પ્રથમ શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞ કથાના આયોજનનો ઇતિહાસ રચાઇ રહ્યો છે.
શિવ વંદના ટ્રસ્ટ દ્વારા આદિકૈલાસમાં વિશ્વમાં સૌપ્રથમ શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞ સાથે વિવિધ ધાર્મિક કાર્યક્રમો આયોજન અને કથા સમયે દેશના શહીદો માટે સવિશેષ ફંડ એકત્રિત કરવાના આ મહા ધર્મ યજ્ઞ અંગે અબ તકની મુલાકાતમાં કથાના મુખ્ય આયોજક ડોક્ટર યશવંતભાઈ ગોસ્વામી ડોક્ટર એનડીસીલું અને નાથાભાઈ પટેલે આ મહાયજ્ઞ સમા કૈલાશ માં પ્રથમ શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞ ના આયોજનની સવિસ્તાર માહિતી આપતા જણાવ્યું હતું કે આ મહાયજ્ઞ માટે રાજકોટ થી 125 શિવ ભક્તો તારીખ એક જૂને રવાના થશે અને 16મી જૂને પરત ફરશે
હિમાલય માં સદીઓ જૂનો ઇતિહાસ ધરાવતા નાભી હેરિટેજ તારીખ વિલેજ ખાતે તારીખ 6 થી 12 જૂન સુધી દરરોજ સવારે 9:00 થી 12 અને 3 થી 6 દરમિયાન શિવ કથા નું શિવ આશ્રમ ખાતે કથા રસપાન કરાવવામાં આવશે
આગામી તા. 1 થી 16 જુન દરમ્યાન શિવવંદના ચેરીટેબલ ટ્રસ્ટ અને શિવાય હોલીડેઝ રાજકોટના સંયુકત ઉપક્રમે ઐતિહાસિક અને વિશ્ર્વમાં સૌ પ્રથમ આદિકૈલાસ અને ૐ પર્વતની પરમ પવિત્ર ભૂમિમાં શિવમહાપુરાણ જ્ઞાનયજ્ઞ સાથે અનેક ધાર્મિક કાર્યક્રમો, ઉત્સવો અને લધુરૂદ્ર યજ્ઞનું આયોજન છે. સુધી આ જગ્યાએ માત્ર સરકારી રાહે જ જવાતું હતું. અતિ દુર્ગમ ગણાતી આ યાત્રાનો માર્ગ છેક ધારચુલાથી નાભીગામ સુધી પેવર રોડ બની જતા હવે આ માર્ગ વિશ્ર્વનો મોસ્ટ એડવેન્ચર રોડ બનતાં વર્ષ 2022 થી આ યાત્રા ભારત સરકારે તમામ માટે ખુલ્લી મુકાઇ હતી. ત્યારે પણ ભારતમાંથી આદિ કૈલાસ યાત્રાએ જનાર સૌ પ્રથમ ગ્રુપ રાજકોટથી જ આદિ કૈલાસ યાત્રાએ ગયેલ, અને હવે વિશ્ર્વમાં સૌ પ્રથમ શિવકથાનું ઐતિહાસિક આયોજન કરવાનું સૌભાગ્ય મહાદેવના આશિર્વાદ અને યાત્રિકોના અદમ્ય ઉત્સાહથી થયેલ છે.
આદિ કૈલાસ અને ૐ પર્વત નેપાળ, ભારત અને ચીનના સીમાપ્રાંત વિસ્તારમાં આવેલ હોવાથી સરકારની અનુમતિ અને મેડીકલ ટેસ્ટ વિના આ વિસ્તારમાં પ્રવેશી શકાતું નથી. આદિ કૈલાસ માનસ ખંડનો જ એક ભાગ છે અને પંચ કૈલાસમાં સર્વ પ્રથમ આદિ કૈલાસ છે. આદિ કૈલાસની સાથે યાત્રિક ગૌરીકુંડ, પાર્વતી સરોવર, પાઠવ પર્વત, કુંતિ પર્વત, ગણેશ પર્વત, બ્રહ્મ પર્વતની સાથે આદિ- અનાદી ૐ પર્વતના દર્શન બાદ મહાદેવની તપો ભૂમિમાં મેડીનેશનલ દ્વારા એક શહેરના ધગધગતા અને ધમાલીયા જીવનને છોડી એક અદભુત અને અલૌકિક કોસ્મીક એનર્જીનો અનુભવ કરશે. અને શિવમહાપુરાણ જ્ઞાનયજ્ઞ દ્વારા આ સૃષ્ટિના આદિ દેવ મહાદેવના ચરિત્રનું સંગીતમય શૈલીમાં રસપાન કરી મહાદેવની કૃપાના અધિકારી બનવાની સાથે સાત પેઢીનું સ્વયંની સાથે કલ્યાણ કરશે. આ શિવકથા માટે પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત અને ઉત્તરાખંડના મુખ્યમંત્રી સહિત અનેક મંત્રીઓ નિમંત્રિત કરાયા છે.
શિવમહાપુરાણ કથાના મુખ્ય યજમાન પીપળીયા હોલવાળા મહેશભાઇ મોહનભાઇ પીપળીયા અને શિવકથાનું સંગીતમય શૈલીમાં રસપાન આંતર કરાવતા. આંતર રાષ્ટ્રીય શિવકથાકાર પૂ. હંસદેવગીરીબાપુ, શિવાશ્રમ નવાગામ તા. 1 જુન રાત્રે 8 કલાકે અમરનાથ મહાદેવ મંદિર બીગબજાર પાછળ, 1પ0 ફુટ રીંગ રોડ, ખાતેથી યાત્રા માટે પ્રસ્થાન કરશે. ત્યારે રાજકોટના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ અને સાધુ સંતો વિદાય આપશે. મહાદેવની પુજા, આરતી બાદ યાત્રિકો આદિ કૈલાસ યાત્રા માટે પ્રસ્થાન કરશે. યાત્રામાં પ1 દંપતિ સાથે 86 વર્ષના યાત્રિક પણ છે.
મહાદેવ મા પાર્વતી અને મહર્ષિ વેદવ્યાસની તપોભૂમિમાં યાત્રિકો માટે સ્પે. હોમાત્મક લધુરૂદ્ર યજ્ઞની સાથે પિતૃતર્પણ ની ધાર્મિક વિધિ પણ કરાવાશે. ધાર્મિક અનુષ્ઠાન સાથે ભારત વર્ષ અને વિશ્ર્વશાંતિ અર્થે આયોજીત શિવમહાપુરાણ જ્ઞાનયજ્ઞમાં પ્રાપ્ત અનુદાન દેશની રક્ષા માટે શહિદ થનાર શહિદ પરિવારને અપાશે. આદિ કૈલાસ અને ૐ પર્વત સ્થળે 17,500 ફુટની ઉંચાઇએ રાષ્ટ્રઘ્વેજ અને રાષ્ટ્રગીત સાથે શહિદોને સલામી સાથે શ્રઘ્ધાંજલી અપાશે.
તમામ યાત્રિકોને વિદાય આપવા સ્વામી પરમાત્માનંદ સરસ્વતિ સહિત સાધુ સંતો ઉપરાંત ભરતભાઇ બોઘરા, પરેશભાઇ ગજેરા, જયેશભાઇ બોઘરા, મુકેશભાઇ દોશી, સંસદ સભ્યો અને ધારાસભ્યો રમેશભાઇ ટીલાળા, ઉદયભાઇ કાનગડ, ડો. દર્શિતાબેન શાહ, દેવાંગભાઇ માંકડ, મંત્રી ભાનુબેન બાબરીયા, લલીતભાઇ રાદડીયા, વિજયભાઇ ડોબરીયા,: જયેશભાઇ ઉપાઘ્યાય, શાંતિભાઇ ફળદુ, કલ્પકભાઇ મણિયાર, સહિત વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ હાજર રહેશે.