૨૦૨૨ સુધીમાં ખેડુતોની આવક બમણી કરવા સરકારનું મોટુ પગલુ
ખેડૂતોને લઘુત્તમ ટેકાના ભાવના કારણે રૂ.૬૨,૬૦૦ કરોડનું રિટર્ન મળશે
ઘઉં, જવ, ચણા, મસુર, રાઇ અને તેલીબીયાના સહિતના ૬ શિયાળુ પાકના લધુત્તમ ટેકાના ભાવમાં વધારો
કેબિનેટની બેઠકમાં લેવાયો મહત્વનો નિર્ણય
૨૦૨૨ સુધીમાં ખેતીની આવક બમણી કરવા સરકારે મોટું પગલું ભર્યુ છે. ખેડુતોને પાકના ખર્ચ ઉપરાંત પ૦ ટકાથી વધુ નફો મળી રહે તે રીતે લધુતમ ટેકાના ભાવ (એમએસપી) જાહેર કર્યા છે. જેના પરિણામે ખેડુતોને ચાલુ વર્ષે રૂ ૬૨,૬૩૫ કરોડનું રિટર્ન મળશે.
કેન્દ્ર સરકારે ઘઉં, જવ, ચણા, મસુર, રાઇ અને તેલીબીયાના સહિતના ૬ શિયાળુ પાકના લધુતમ ટેકાના ભાવમાં વધારે કરવાનો નિર્ણય લીધો છે. સરકારનો આ નિર્ણય ૨૦૨૨ સુધીમાં ખેડુતોની આવક બેગણી કરવાના લક્ષ્યમાં યાદગાર રહેશે. આ મામલે કેન્દ્રીય કૃષિ મંત્રી રાધા મોહન સિંઘે કહ્યું છે કે, ખરીફ અને શિયાળુ પાકમાં લધુતમ ટેકાના ભાવ વધારવાથી ચાલુ વર્ષે ખેડુતોને રૂ ૬૨,૬૩૫ કરોડ આવક મળી રહેશે.
વિગતો અનુસાર ઘઉના કર્વીટલ દીઠ લધુતમ ટેકાના ભાવ રૂ ૧૦૫ સુધી વધારવામાં આવ્યા છે. સાફલોવર (કુસુમ) ના લધુતમ ટેકાના ભાવમાં રૂ ૮૪૫ સુધી તેમજ મસુરમાં ૩,૨૨૫ સુધીનો વધારો કરવામાં આવ્યો છે. સરકારના આ નિર્ણય ખેડુતોને મહદ અંશે ફાયદો થશે.
ઘંઉના કવીન્ટલ દીઠ ઉત્૫ાદન ખર્ચ રૂ ૮૬૬ સાથે સરકારના નવા લધુતમ ટેકાના ભાવ રૂ ૧૮૪૦ છે. જેનાથી ખર્ચ સામે રૂ ૧૧૨.૫ ટકાનું રિટર્ન મળે છે. લધુત્તમ ટેકાના ભાવમાં વધારો કરવાની દરખાસ્તને કેબીનેટ દ્વારા મંજુરી અપાઇ છે. સરકારે પોતાના બજેટમાં ખેડુતોની આવક વધારવાનું વચન આપ્યું હતું. હાલ શિયાળુ પાક માટેની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે ખરીફ પાકના લધુતમ ટેકાના ભાવ અંગે લેવાયેલો નિર્ણય પણ મહત્વનો બની જાય છે.