વેરાવળની મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના પ્રોફેસર વિદ્યાર્થિનીઓ માટે ક્રિકેટ, વોલીબોલ, વકતૃત્વ, નિબંધ સ્પર્ધા, ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમો સહિતની પ્રવૃતિ કરે છે
કોલેજની વિદ્યાર્થિની ચેતના વાળા આગળ વધી ભારતીય વોલીબોલ ટીમની કેપ્ટન રહી ચૂકી છે
ગીર સોમનાથ જીલ્લા ના વેરાવળ મા આવેલ મહીલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ના પ્રોફેસર દ્રારા કોલેજની વિધ્થીનીઓને શિક્ષણ ઉપરાંત અનેક એવી જીવન ઉપયોગી અનેક શીખ અપાય છે કે જે જાણીને આપ પણ આ શિક્ષક પર ગર્વ અનુભવશો અને બધાજ શિક્ષકો જો આવી પહેલ કરશે તો શિક્ષક નો દરજજો ઈશ્વરથી કાઇ કમ નથી
શિક્ષણ એ જ માનવીને માનવ બનાવી શકે છે.શિક્ષણ દ્રારા જ સમાજનુ અને માનવીનુ આમૂલ પરિવર્તન લાવી શકાય છે. અને માનવીના મૂલ્યોને ઘડવાનુ કામ ,શાળાઓ અને મહાશાળાઓ જ કરી શકે છે. ત્યારે આજે આપણે એક એવા શિક્ષકને મળશુ કે જે પોતાના વિધાથીઓ ને સારા શિક્ષણ સાથે સારા સંસ્કારનુ પણ સીંચન કરી રહ્યા છે . વાત કરીએ તો ગીર સોમનાથ જીલ્લા ના વડા મથક વેરાવળ ખાતે આવેલ મહીલા આટઁસ એન્ડ કોમર્સ કોલેજ ની કે જેના પ્રોફેસર ડો. જીવાભાઇ વાળા એ એક અનોખી પહેલ કરી છે . માત્ર પોતાની વિધાર્થીનીઓ ને શિક્ષણ જ નહી પરંતુ તે ઉપરાંત એમને સારા સંસ્કારો નુ સિંચન અને શારીરીક, માનસિક વિકાસ થાય તેવી પ્રવૃતિઓ પણ કરાવવામાં આવે છે . ” બેટી બચાવો અને બેટી વધાવો ” કાર્યક્રમ અંતગર્ત વાલીઓમા જાગૃતતા ફેલાવવાના અથાગ પ્રયત્ન અને કાયઁક્રમ કરાયા છે તેમજ વિદ્યાર્થીનીઓને ક્રીકેટ, વોલીબોલ, વકૃત સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, શૈક્ષણીક પ્રવાસો, સાસંકૃતીક અને ધાર્મિક કાર્યક્રમ સહીત અનેક પ્રવૃતીઓ કરવામા આવી રહી છે અને જેના કારણે જ તેમની કોલેજમા અભ્યાસ કરતી કોડીનાર તાલુકાના સરખડી ગામની ચેતના વાળા નો ડંકો વિશ્વ લેવલે વાગ્યો છે અને ભારતીય વોલીબોલ ટીમની કેપ્ટન પણ રહી ચુકી છે . આ તમામ કામગીરી ને ધ્યાને લઇ ને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્રારા પણ ડો. જીવાભાઇ વાળા ને દિલ્હી ખાતે મળવાનું આમંત્રણ મળ્યુ અને તેમા પણ તેમના અદભૂત ગુજરાતી ભાષાના દીકરી ઓ વિશેના વિચારો થી પ્રભાવીત થઇ વડાપ્રધાન દ્રારા લંડન તેમજ ઉચ્ચકક્ષાની જવાબદારી સોપવામા આવેલ હતી . ત્યારે ચોકકસ કહી શકાય કે માત્ર શિક્ષણ જ નહી પરંતુ સાથે સંસ્કારોનુ સિચન પણ હોવુ જોઈએ. નેન્સી કકડ (વિદ્યાર્થીની, મહીલા કોલેજ, વેરાવળ) ચાંડપા શ્રૃતી (વિદ્યાર્થીની, મહીલા કોલેજ, વેરાવળ) આ મહીલા કોલેજમા સારા અભ્યાસની સાથે સાથે ઇતર પ્રવૃત્તિઓ માટે ની પણ કામગીરી ડો. જીવાભાઇ વાળા દ્રારા કરાવવામાં આવી રહી છે . અમારામાં આરોગ્ય બાબતે પણ તકેદારી સાથે આગળ જતા સારા હોદાઓ પર કે અન્ય ક્ષેત્રે નામ રોશન થાય તેવી પ્રવૃતિઓ પણ કરાવવામાં આવે છે જે અમારા માટે ખૂબજ લાભકારી છે ડો. જીવાભાઇ વાળા પ્રોફેસર, મહીલા કોલેજ, વેરાવળ કહે છે કે આખરે તો હુ એક શિક્ષક જ છુ . આ કોલેજ મહીલા કોલેજ જયાં પરીવાર પછી કોઇ પર વિશ્વાસ મુકી શકાય તો તે તેના ગુરુ એટલે કે શિક્ષક છે . ત્યારે પોતાના પરિવારની દિકરીઓની જેમ તેનો ઉછેર કરવામા આવે છે ત્યારે સારા શિક્ષણ સાથે સાથે સારા સંસ્કારનુ પણ સીંચન કરી દીકરી ઓને આગળ લાવવાના મારા પ્રયત્નો કાયમી હતા અને રહેશે . ત્યારે આ કોલેજ ની વિધાથીની ઓને શિક્ષણ સાથે આરોગ્ય , શારીરીક, સામાજિક રીતે આગળ આવે તેવા તમામ કાયઁક્રમ કરવામા આવી રહ્યા છે . ક્રીકેટ , વોલીબોલ , વકૃત સ્પર્ધા ઓ, રાસગરબા , સહીત અનેક પ્રકારની આવડત આ દીકરીઓમા કાયમી રહે તેવા પ્રયાસો ક્યાં છે જેના લીધે જ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ને મળવાનો મોકો મળ્યો હતો અને તેની સાથે મારી લાડકી ગીત રજૂ કરી વડા પ્રધાન ને પણ મંત્રમુગ્ધ કરી દીધા હતા.