રાજયમાં શિયાળાની ઋતુમાં ઘઉ, ચણા,  દાણા,  જીરૂ,  ડુંગળી, લસણ જેવા પાકોનું મુખ્ય વાવેતર

આપણો દેશ ખેતીપ્રધાન છે મોટાભાગની વસ્તી ખેતી ઉપર ટકી છે એટલે કે તમામ રાજયો-જિલ્લા માટે દરેક ઋતુ શિયાળો, ઉનાળો, ચોમાસુ પોતાની યોગ્ય અસર જાળવે તે અત્યંત મહત્વપૂર્ણ છે હાલ શિયાળાની ઋતુમાં ઘઉ, ચણા, દાણા, જીરૂ, ડુંગળી, લસણ, મેથી, સહિતના પાકો ખેતરમાં ઉભા હોય છે ત્યારે  આ વર્ષે જ હાલ શિયાળામાં રાજયના જુદા-જુદા જિલ્લાઓમાં માવઠાની અસર વર્ચાતા ખેડૂતો ચિંતત છે હાલ શિયાળુ પાકોની માવજતમાં ખેડુતો જોડાયાં હોય ત્યારે  આપણે વાત કરીશું શિયાળુ પાકોની કેવી રીતે માવજત કરવી? કેટલીવાર પિયત આપવી?જેથી પાકનો સારો ઉતારો આવી શકે શિયાળું પાકમાં ખાસ કરીને આપણા રાજયમાં ઘઉ,ચણા, ધાણા, જીરૂ, ડુંગળી, લસણ, મેથી વગેરેનું વાવેતર થાય છે.આ તમામ  પાકોમાં જમીનની તૈયારીથી માંડીને કાપણી સુધીના દરેક તબકકાની યોગ્ય જાણકારી હોવી જરૂરી છે સારૂ ખાતર, સમયસર પાણ, દવાનો છંટકાવ ઉપરાંત અનુકુળ વાતાવરણ પણ શિયાળુ પાકના સારા ઉતારા માટે એટલું જ જરૂરી છે.

ખાસ કરીને શિયાળામાં ધુમ્મસનું પ્રમાણ વધુ હોય છે તેમજ વાદળછાયુ વાતાવરણ હોય તો પણ પાકમાં ઈયળનો ઉપદ્રવ,જીવાત આવી શકે  છે આ પ્રકારના વાતાવરણમા ખાસ ચણા, જીરૂને વધુ પડતુ નુકશાન થાય છે. ધુમ્મસવાળું  વાતાવરણ જીરૂને વધુ અસર પહોંચાડે છે તેમજ સારી કવોલીટી મળી શકતી નથી દરેક પાકોને સમયસર પિયત આપવુ જેટલુ જરૂરી છે તેટલી વરાપ પણ આવશ્યક છે.શિયાળુ પાકો પિયત ઉપર જ થતા હોય ત્યારે વધુ ઓછા પિયતથી પણ નબળો પાક છે જેમ કે ઓછા પિયતથી ઘઉનો ઘણો સમયસર ભરાતો નથી તેમજ કવોલીટી જીણી અને ઉતારો સરેરાશ ઓછો આવે છે.શિયાળું પાક જમીન ઉપર પણ આધારિત હોય એટલે કે ઘઉ, ચણાસ જેવા વધુ પિયત માગતા પાકોને ભેજ સંગ્રહ કરતી કાળી જમીન વધુ માફક આવે છે.

જમીનની વાત આવે તો આપણે એ પણ જાણીએ કે કયા જિલ્લામાં કયા પ્રકારની જમીન કયા પાકોને અનુકુળ આવે છે તો જૂનાગઢ પંથકમાં ભેજ વાળી જમીન હોય ત્યાં ઘઉં, ચણા, જેવા પાકો, તો કેશોદ માંગરોળમા જીરૂનું વાવેતર થાય છે કારણે જીરૂને માટે ત્યાંનું વાતાવરણ પણ અનુકુળ છે. સુકા વાતાવરણમાં, સુકી જમીનમાં ધાણા,તલ, અરેંડા જેવા પાકો ઉગાડવામાં આવે છે.આ ઉપરાંત કાળીજીરી, ઈસબગુલ જેવા પાકોનું  વાવેતર અહીં માત્ર ૨ થી ૪ ટકા જ ખેડુતો દ્વારા થાય છે.આ રીતે શિયાળુ પાકોના સારા ઉતારા માટે માવજાપની સાથે સાથે પિયત, અનુકુળ જમીન અને વાતાવરણ પણ  અત્યંત જરૂરી બની જ રહ્યું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.