સાયકલ અમીરોની સાથો સાથ ગરીબ વર્ગના લોકો માટે પરીવહનનું મુખ્ય સાધન: સરકાર સાયકલના ઉપયોગ માટે જાગૃતતા કેળવવા અનેકવિધ કાર્યક્રમોનું કરશે આયોજન

‘સાયકલ મારી સરરર જાય’ સાયકલને લઈ ઘણા ખરા ફાયદાઓ પણ જોવા મળી રહ્યા છે પરંતુ લોકો તેનો ઉપયોગ કરવા ટેવાયેલા નથી. સાયકલના ઉપયોગથી ઘણા ફાયદાઓ લોકોને થતા જોવા મળે છે. જેના પર અનેકવિધ સંશોધનો પણ કરવામાં આવ્યા છે પરંતુ કયાંક લોકોની જાગૃતતાના અભાવે લોકો સાયકલનો ઉપયોગ કરી નથી રહ્યા. ધ એનર્જી અને રિસર્ચ ઈન્સ્ટીટયુટ એટલે કે ટેરીના રીપોર્ટ પ્રમાણે ટુ-વ્હીલર અને ફોર વ્હીલર વાહનોની અવેજીમાં જો સાઈકલનો ઉપયોગ કરવામાં આવે તો દેશને આર્થિક રીતે અને આંકડામાં ૧૦ હજાર કરોડથી વધુનો ફાયદો થઈ શકે.

સરકાર દ્વારા સાયકલને પ્રમોટ કરવા અને સાઈકલીંગ પ્રવૃતિને અસરકારક બનાવવા અનેકવિધ જાગૃતી કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે અને લોકોને તેના ફાયદા વિશે પણ માહિતગાર કરવામાં આવી રહ્યા છે. કયાંકને કયાંક મધ્યમ વર્ગીય લોકો અને ગરીબ વર્ગના લોકો માટે સાઈકલ એક માર્ગ પરીવહનનું સાધન બની ગયું છે. સરકાર દ્વારા શહેરોમાં બાઈસીકલ શેરીંગ સ્કીમને પણ પ્રોત્સાહન આપવું જોઈએ જેથી લોકોમાં સાયકલને ચલાવવા માટેની જાગૃતતામાં વધારો થાય અને પોતાનું સ્વાસ્થ્ય પણ સુધરી શકે. સાયકલના ઉપયોગથી પ્રદુષણમાં પણ ઘટાડો જોવા મળી શકે છે તથા પાર્કિંગના પ્રશ્નો અને જે કર લગાડવામાં આવે છે તેના પર મુકિત પણ મળી શકે છે.

ઓછી આવક ધરાવતા કુટુંબો માટે સાયકલ ખુબ જ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે ત્યારે સરકારે સાયકલ પર જીએસટી રેટમાં કયાંકને કયાંક ઘટાડો પણ કરવો જોઈએ. જેમાં ૫૦૦૦ થી ઓછા ભાવવાળી સાયકલોમાં જે જીએસટીનો દર નકકી કરવામાં આવ્યો છે તેનામાં રાહત આપવી જોઈએ જેથી લોકો સાયકલનો ઉપયોગ મહતમ રીતે કરી શકે. હાલ સાયકલનો ઉપયોગ બે રીતે થઈ રહ્યો છે એક અમીર લોકો સાયકલને કયાંકને ફન માટે લઈ રહ્યા છે તો બીજી તરફ જીવનજરૂરીયાત અને ઓછી આવક ધરાવનાર લોકો માટે સાયકલનું મહત્વ ખુબ જ મોટું છે ત્યારે એક વાત સ્પષ્ટ છે કે જો સાયકલીંગની સાથે-સાથે જો સાયકલનો ઉપયોગ રોજીંદા જીવનમાં કરવામાં આવે તો દેશને ૧૦ હજાર કરોડથી વધુનો ફાયદો થઈ શકે અને લોકોનું સ્વાસ્થ્ય પણ સુધરી શકે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.