અબતક સુરભી રાસોત્સવ 2023માં ખેલૈયાઓનો મિજાજ કઈક અલગ જોવા મળી રહ્યો છે . આ વખતે ખેલૈયાઓ ભાતીગળ વસ્ત્રો પહેરવાનું વધુ પસંદ કરી રહ્યા છે . કચ્છી વર્ક કરેલા વસ્ત્રો સાથે ખેલૈયાઓ રમવાનું વધુ પસંદ કરી રહ્યા છે ત્યારે કચ્છી વર્ક વાળો રંગબેરંગી સાફો લોકોનું આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો . રંગબેરંગી કલર , નાના આભલા સાથે કચ્છી વર્કની અદ્ભુત સાફાએ લોકોનું મન મોહ્યું હતું .