અવનવા ટ્રેડિશનલ કોસ્ચ્યુમ સામે ખેલૈયાઓ મનમૂકીને ઝૂમ્યા
નવલા નોરતાની ઉજવણીના ભાગ‚પે નવરાત્રીનું સાતમું નોરતુ કાલરાત્રી સપ્તમી પર સન્માનિત છે. સાતમાં નોરતામાં એવું માનવામાંવે છે કે પાર્વતીએ સુભા અને નિશુભાને મારી નાખવા માટે સુંદર ત્વચા દૂર કરી હતી એવા નવલા નોરતાના સાતમાં દિવસે રાજકોટ ‘અબતક રજવાડી’ રાસોત્સવમાં કલાકારો, મહાનુભાવો અને ખેલૈયાઓની રમઝટ સાથે ધૂમ મચાવામાં આવી હતી સાથોસાથ દિવસના અંતે બનેલા પ્રિન્સ-પ્રિન્સેસ પર ઈનામોની વણઝાર કરવામાં આવી હતી.
‘અબતક- રજવાડી’ રાસોત્સવમાં નવરાત્રીની ઉજવણી નિમિતે ગુજરાત યુવા ભાજપ પ્રમુખ ડો. ઋત્વીજ પટેલ ઉપસ્થિત રહ્યા હતા જેમણે અબતક સાથેની મુલાકાતમાં જણાવ્યું હતુ કે ‘અબતક રજવાડી’ રાસોત્સવના ભવ્ય આયોજનમાં સાક્ષી બનવાનું સૌભાગ્ય જે પ્રાપ્ત થયું છે. ત્યારે રાજકોટમાં એક યુવાનોની ઉર્જાના દર્શન થયા છે.રાજકોટ અવાર નવાર આવાનું થાય છે. પરંતુ નવરાત્રી નિમિતે પહેલીવાર રાજકોટની મૂલાકાત લઈ જાણવા મળ્યું કે રાજકોટની નવરાત્રી ગુજરાતનાં બીજા જીલ્લાઓ કરતા તદન અલગ અનૂભૂતી થાય છે. ખાસ કરીને ગૌતમભાઈ અને તેમની સમગ્ર ટીમે ખૂબ સરસ આયોજન કર્યું છે. ત્યારે વધુમાં વધુ સમયગાળો કાઢવાની ઈચ્છા થાય એ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટના યુવાનો પણ ખૂબ ઉત્સાહથી તેમાં ભાગ લઈ રહ્યા છે. આ તબકકે અબતક રજવાડી સમગ્ર આયોજક ટીમ અને તમામ ખેલૈયાઓ પર મા જગદંબાની કૃપા વરસતી રહે અને સાથે આ પ્રદેશ પર પણ આર્શીવાદ રહે તેવી પ્રભુને પ્રાર્થના.
નવરાત્રીના તહેવારને કારણે મારામાં અને મારા ગ્રુપમાં એટલો ઉત્સાહ છે કે જેનો કોઈ ઉલ્લેખ જ નથી સાથો સાથ વકિલાતની તૈયારી સાથે છેલ્લા છ મહિનાથી ગરબાની પ્રેકટીસ પણ કરીએ છીએ ઉત્સાહ સાથે સાથે ‘અબતક રજવાડી’ રાસોત્સવમાં ખેલૈયાઓને જ‚રી તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. સાઉન્ડ સાથે સિકયોરીટીની પણ તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. સાથે ગ્રાઉન્ડમાં પણ ખેલૈયાઓને ગરબા રમવા માટે પૂરતી જગ્યા મળી રહે છે.તેવું ‘અબતક રજવાડી’ રાસોત્સવના ખેલૈયા ભાવિકા પટેલે જણાવ્યું હતુ.
નવરાત્રી તમામ તહેવારો માનો મારો ફેવરીટ તહેવાર છે. અને નવરાત્રી માટે હું ઘણા સમયથી તૈયારીઓ કરી રહી છું નોકરી સાથે પણ સમય કાઢી હું નવરાત્રી તૈયારી કરતી હતી આ વર્ષે અમારા ગ્રુપમાં ઘણા અવનવા સ્ટેપ્સ પણ છે. અને સાથે ‘અબતક રજવાડી’માં પૂરતી સ્પેસ મળી રહે છે અને અહીયાની સાઉન્ડ સિસ્ટમ સાથે સુરક્ષા હેતુ પણ ખૂબ સારા જોવા મળે. તેવું ખેલૈયા હેતલબેનએ જણાવ્યુ હતુ.