માણાવદર તાલુકાના આંબલીયા ગામે આજે સૌ પ્રથમ વખત જ એકમાત્ર પહોંચેલા કેળવણીકાર અને આગેવાનશ્રી જેઠાભાઈ પાનેરા એ પત્રકારોને સાથે રાખી ઑઝત ના ધસમસતા પુરે સર્જેલા વરવા દ્રશ્યો બબ્બે કિ.મી. કાદવ કીચડ ખુદીને અસરગ્રસ્તોની મુલાકાત લીધી હતી જેમાં ઑઝત ના એટલા ધસમસતા પુર હતા કે ૮ ફૂટનો રસ્તો તે બાદ ત્રણ ફૂટની તોતીંગ દિવાલ ને પતાની જેમ ઉખેડીને સંરક્ષણ દિવાલ ના સમૂળગા પાંચ ફૂટ પાયાથી ઉખેડી એક હજાર ફૂટ ફેકી દીધી તે ગ્રાઉન્ડ ઝીરો રીપોર્ટ માં જોવા મળ્યું ખેડૂતોએ આવા વિનાશકારી દ્રશ્યો બતાવતા બતાવતા રીતસર ઝળહળીયા ખેડૂતોની આંખો માં જોવા મળ્યા
એક વરવી વેદના જોવા મળી કેટલો તાકાત વારો પ્રવાહ હશે કે ૧ હજાર ફૂટ પાયાના પાણાને ખેતરોમાં ૩ ફૂટથી પાંચ ફૂટ ધોવાણ સાથે ફેકી દીધા જમીન ધોવાણ સાથે પાક ધોવાણ થી અકલ્પનીય નુકશાની થી થઇ હોવાનુ ખેડૂતોએ જેઠાભાઈ પાનેરા ને તથા પત્રકારોને જણાવેલ એમ પણ જણાવેલ કે આવા બબ્બે કિ.મી. દૂર ગ્રાઉન્ડ ઝીરો રીપોર્ટ માં તમે અમારી ખબર કાઢવાતો આવ્યા બાકી આમ કોઇ નથી આવ્યું ઑઝત કાંઠા ના અનેક ખેતી પાળા એ ધોવાણ કરી નૂકશાની કરી છે પાક ખેતી જમીનને ૧ હજાર વધુ વિધા જમીનો ધોવાણ થી અતિભારે નુકશાનીનો આંક નથી વિજપોલ તૂટેલા મીટરો જમીન ઉપર પડેલા જોવા મળ્યા તેજ વીજતંત્ર એ આ સ્થળ ની મુલાકાત લીધી નથી તેવુ બતાવે છે
જમીનમાં તો ૩-૩ ફૂટ ધોવાણ થઇ ને ઠેર ઠેર પાણા- પાણા જોવા મળ્યા ખેતરો જવાના માર્ગ ધોવાયા ઑઝત કાંઠા ના પાળા દિવાલો ધોવાણથી ભારે નૂકશાની થઇ છે એમાં ખેડૂતો એ જણાવેલ કે આ પાળા ના રીપેરીંગ માટે ૩૦% પૈસા ખેડૂતોએ ભરવાના નિયમથી મુશ્કેલી છે બે થી ત્રણ વિધા જમીન વાળને પાળા દિવાલમાં મોટા એસ્ટીમેટ હોય તો ૪ થી ૭ લાખ નો ખર્ચ આવે તે કેમ ભરી શકે ? માટે ખેતી ધોવાણ માટે મદદ કરવા તથા સંરક્ષણ દિવાલ સરકાર ફરી બનાવી આપવા માંગ કરી રહયા છે એકબાજુ જમીન ધોવાણ થી લાખોની નૂકશાની ઉપરથી પાક , બીયારણ , મજુરી અને આવક ગઇ તે જુદી બધી બાજુ માર પડયો છે આંબલીયા ગામના ચેકડેમ નો પાળો લીકેજ હોય ગમે ત્યારે તૂટવાની સંભાવના છે તો તાકિદે રીપેર કરો
જેઠાભાઈ પાનેરા એ પોતાના માદરેવતન ના ખેડૂતો ની પાયમાલી જોઇ ને દુ:ખી થયા છે તેવુ જણાવી તાકિદે ગ્રાઉન્ડ ઝીરો રીપોટ સ્થળ ચકાસી મદદની ગુરાહ લગાવી છે તેઑએ તથા ખેડૂતો ગ્રાઉન્ડ ઝીરો રીપોટ કરવા માટે પત્રકારો આવ્યા તેનો આભાર સાથે ધન્યવાદ પાઠવ્યા હતા તંત્ર એ હજી આવા વરવા દ્રશ્યો જોવાની દરકાર કરી નથી તેનો વસવસો ખેડૂતો કરી રહયા છે તંત્ર આવેલ ગામમાં ફોટા પાડી જતા રહેલા સાચા સ્થળે નૂકશાની થઇ તેની મુલાકાત લીધી નથી તેવું ખેડૂતો એ જણાવ્યું છે ત્યારે જેઠાભાઈ પાનેરા એ ઉચ્ચકક્ષા એ રજૂઆત કરી છે જોવાનુ રહયું કે જમીન ધોવાણ, પાક ધોવાણ , પાળા ધોવાણ ની કેવી કેટલી મદદ મળે છે ? જગત નો તાત પોકાર કરે છે