વીજ કર્મીઓએ 365 દિવસમાં 6.94 લાખ વીજ કનેક્શનો તપાસ્યા, જેમાંથી 84 હજાર વીજ કનેકશનોમાં ગેરરીતિ મળી આવી
સૌરાષ્ટ્રમાં દર 8માંથી એક ગ્રાહક ચોર!!
પીજીવીસીએલ દ્વારા એપ્રિલ-2022 થી માર્ચ-2023 દરમ્યાન એક નાણાંકીય વર્ષમાં કુલ રૂ. 218.45 કરોડની પાવર ચોરી પકડવામાં આવી. છેલ્લા એક વર્ષમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં વીજ ચેકિંગ દરમ્યાન કુલ 6,94,438 વીજ જોડાણોની ચકાસણી કરવામાં આવેલ જેમાંથી કુલ 84,183 કનેક્શનમાં ગેરરીતિ ઝડપાઈ.
જીયુવીએનએલનાં માર્ગદર્શન હેઠળ સૌરાષ્ટ્ર કચ્છમાં પીજીવીસીએલ દ્વારા છેલ્લા એક નાણાંકીય વર્ષમાં વીજ ચેકિંગની કામગીરી દરમ્યાન આશરે રૂ. 218.45 કરોડ ની પાવર ચોરી પકડી પાડવામાં આવેલ છે.
ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લી. હેઠળની પશ્ચિમ ગુજરાત વીજ કંપની લી. કંપની હેઠળ તેના વીજ ગ્રાહકોને સાતત્યપૂર્ણ અને ગુણવત્તાસભર વીજ પુરવઠો પૂરો પાડી શકાય તે હેતુથી છેલ્લા બાર માસમાં ઇન્સ્ટોલેશન ચેકિંગની સઘન કામગીરી કરી સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તાર હેઠળ કોર્પોરેટ ઓફિસની સૂચના અને માર્ગદર્શન હેઠળ તથા વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેરશ્રીઓ અને વિભાગીય કચેરીના કાર્યપાલક ઇજનેરોની રાહબરી અને સીધી દેખરેખ હેઠળ એપ્રિલ-2022 થી માર્ચ-2023 દરમ્યાન કુલ 694438 વીજ જોડાણો ચેક કરવામાં આવેલ જેમાંથી કુલ 84183 વીજ જોડાણોમાં વીજ ચોરીના પુરવણી બીલો આપવામાં આવેલ જેની અંદાજીત રકમ રૂ. 218.45 કરોડ થવા પામેલ છે.
જીયુવીએનએલનાં વડપણ હેઠળ પીજીવીસીએલનાં વિજીલન્સ વિભાગ તથા સબ ડીવીઝન / ડીવીઝન ના અધિકારીઓ / કર્મચારીઓ દ્વારા વીજ ચોરી ડામવા માટે સતત કામગીરીઓ કરવામાં આવેલ. પીજીવીસીએલ હેઠળ ખાસ કરીને ઇલેક્ટ્રિક નેટવર્કમાંથી સીધાજ વીજ જોડાણ લેવા, મીટર સાથે / સીલ સાથે ચેડા કરવા, મીટર ડિસ્પ્લે બાળી નાખવા, મીટરને બાળી નાખવા વગેરે કૃત્યોથી પાવર ચોરી કરવામાં કિસ્સાઓ વધુ પ્રમાણમાં જોવા મળેલ છે. વીજચોરીને કારણે રાજ્ય અને રાષ્ટ્રને મોટું નુકશાન થાય છે અને વીજળીનો વેડફાટ પણ વધે છે.
કરોડો રૂપિયાની વીજ ચોરી ઝડપાતા પ્રમાણિક ગ્રાહકોમાં પણ આનંદની લહેર વ્યાપી ગયેલ અને કંપનીની કામગીરીને બિરદાવેલ છે.
વીજચોરીની બાતમી આપો, નામ ગુપ્ત રાખીશું : પીજીવીસીએલ
ક્યારેક વીજ ચોરી કરતા સમયે વીજ અકસ્માત થતા વ્યક્તિનો જીવ ગુમાવવાના કિસ્સાઓ પણ બને છે. વીજ ચોરી અંગેની માહિતી આપવા માટે મોબાઈલ નં. 99252 14022 (રાજકોટ) તથા 0265-2356825 (વડોદરા) પર જાણ કરી શકાય છે. ઉપરાંત પીજીવીસીએલની સબ ડીવીઝન, ડીવીઝન તેમજ સર્કલ ઓફીસમાં પણ વીજ ચોરી કરનારની માહિતી આપી શકાય છે. માહિતી આપનારની વિગત ગુપ્ત રાખવામાં આવે છે. પીજીવીસીએલ લોકોને વીજ ચોરી ચાલતી હોય તો તે અંગે જાણકારી આપવા નમ્ર અપીલ કરે છે.
પીજીવીસીએલની પકડથી બચવા ગ્રાહકો અનેક નીતનવા નુસખા અપનાવે છે!
પીજીવીસીએલ હેઠળ ખાસ કરીને ઇલેક્ટ્રિક નેટવર્કમાંથી સીધાજ વીજ જોડાણ લેવા, મીટર સાથે / સીલ સાથે ચેડા કરવા, મીટર ડિસ્પ્લે બાળી નાખવા, મીટરને બાળી નાખવા વગેરે કૃત્યોથી પાવર ચોરી કરવામાં કિસ્સાઓ વધુ પ્રમાણમાં જોવા મળેલ છે. વીજચોરીને કારણે રાજ્ય અને રાષ્ટ્રને મોટું નુકશાન થાય છે અને વીજળીનો વેડફાટ પણ વધે છે.