જામનગર શહેર અને જિલ્લામાં કોરોનાએ ભારે કહેર વર્તાવ્યો છે. જેમાં છેલ્લા ત્રણ દિવસથી કોરોનાનો વિકરાળ પંજો પડ્યો છે. પરમદિવસે એકીસાથે ૬૮ દર્દીઓના કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા પછી ગઈકાલે શહેરના ૬૬ અને ગ્રામ્ય વિસ્તારના ૮ મળી વધુ ૭૪ દર્દીઓના પોઝિટિવ રિપોર્ટ આવતા ભયનો માહોલ ફેલાયો છે. ઉપરાંત ગઈકાલે શુક્રવારનો દિવસ કોરોના માટે બ્લેક ફ્રાઈડે સાબિત થયો છે. સવારથી રાત્રિ સુધીમાં એકીસાથે ૧ર દર્દીઓના મૃત્યુ નિપજતા ભારે હાહાકાર મચી ગયો છે.
જી.જી. હોસ્પિટલમાંથી એક સારા સમાચાર પણ આવ્યા છે. એક સાથે ૭૪ દર્દીઓ સાજા થઈ જતા જી.જી. હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જામનગર જિલ્લામાં કોરોના સંક્રમિત દર્દીઓનો કુલ આંકડો ૧,૭૧પ નો થયો છે. જામનગરમાં કોરોનાએ ભારે તાંડવ મચાવ્યો છે.
જામનગર શહેરમાં બુધવારના દિવસે કોરોના નો વિકરાળ પંજો પડ્યો હતો અને એકીસાથે ૮૧ કેસ પછી જામનગર શહેરમાં ગુરુવારે ૬૦ અને સતત ત્રીજા દિવસે શુક્રવાર એકીસાથે વધુ ૬૬ દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જેથી જામનગર શહેરમાં ગભરાટનો માહોલ ફેલાયો છે. જામનગર શહેરનો કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો ૧,૪પ૪ નો થયો છે. જ્યારે જામનગર ગ્રામ્ય વિસ્તારમાં વધુ ૮ પોઝિટિવ કેસ નોંધાયા હોવાથી ગ્રામ્ય વિસ્તારનો આંકડો ર૬૧ નો થયો છે. સમગ્ર જિલ્લામાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા ૧,૭૧પ ની થઈ છે. જામનગરની જી.જી. હોસ્પિટલમાંથી ગઈકાલે શુક્રવારે એક સારા સમાચાર પણ આવ્યા છે. ગઈકાલે જામનગર શહેરના એકીસાથે ૭૦ દર્દી અને ગ્રામ્ય વિસ્તારના ચાર મળી વધુ ૭૪ દર્દીઓની તબિયતમાં સુધારો થતા તેઓને રજા આપવામાં