ગુજરાત કેડરનાં આઈ.એ.એસ. જી.સી.મુર્મુ નાણા મંત્રાલયમાં ઉચ્ચ સ્તરીય કામગીરી કર્યા બાદ તેઓને જમ્મુ-કાશ્મીરનાં લેફટનન્ટ ગર્વનર તરીકે નિયુકત કરવામાં આવ્યા હતા ત્યારે કાશ્મીરમાં ટુંકાગાળામાં સીરપાઉ કામગીરી કરવા બદલ તેઓને કેગના વડા તરીકે નિયુકિત આપવામાં આવી છે. કેન્દ્ર શાસિત જમ્મુ-કાશ્મીરના પૂર્વ ઉપરાજયપાલ જી.સી.મુર્મુ કોમ્પટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઈન્ડિયા તરીકે નિમણુક કરાઈ છે જે અંગેનો આદેશ નાણા મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મુર્મુનું રાજીનામું મંજુર કર્યું હતું.
૬૦ વર્ષીય ગુજરાત કેડરનાં આઈ.એ.એસ. અધિકારી જી.સી.મુર્મુએ જમ્મુ-કાશ્મીરના લેફટનન્ટ ગર્વનર તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો અને ખુબ જ ટુંકાગાળામાં જમ્મુ-કાશ્મીરની કાયાપલટ પણ કરી હતી. વડાપ્રધાન મોદી જયારે ગુજરાત રાજયનાં મુખ્યમંત્રી હતા તે સમયગાળા દરમિયાન જી.સી.મુર્મુ ગુજરાતનાં ચીફ સેક્રેટરી તરીકે પણ પદભાર સંભાળ્યો હતો અને ગુજરાતને વિશ્વ ફલક ઉપર પ્રસ્થાપિત કરવા માટે ખુબ જ મદદ કરી હતી. જી.સી.મુર્મુ પહેલા કેગના વડા તરીકે ૧૯૭૮ બેંચનાં રાજસ્થાન કેડરનાં આઈ.એ.એસ. અધિકારી રાજીવ મેહરીશી હતા જયારે લેફટનન્ટ ગર્વનર જમ્મુ-કાશ્મીરનો પદભાર ભૂતપૂર્વ યુનિયન મિનિસ્ટર મનોજ સિન્હાએ સંભાળ્યો હતો.