એક લાખ રોકડા અને કપડાંના પાર્સલ પર તસ્કરોએ કર્યો હાથફેરો તસ્કરોએ પુરાવાનો નાશ કરવા સીસીટીવી કેમેરા તોડી ડીવીઆર ઉઠાવી ગયા

શહેરમાં દિવસેને દિવસે ચોરી તેમજ લૂંટના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક બનાવ પોલીસ ચોપડે પ્રકાશમાં આવ્યો છે જેમાં ધર્મેન્દ્ર રોડ પર આવેલ સેવન સ્ટાર કપડાની દુકાનમાં મોડી રાત્રીના સમયે તસ્કરો ત્રાટકયા હતા અને દુકાનમાં રહેલ એક લાખ રૂપિયા રોકડ સહિત ત્રણ કપડાના પાર્સલ મળી કુલ રૂપિયા ચાર લાખની ચોરી કરી નાસી ગયા હતા સાથે ચોરોએ પ્રથમ સીસીટીવી કેમેરા તોડી પણ સાથે ઉઠાવી ગયા હતા. ચોરીના બનાવ પાછળ જાણભેદુ હોવાની શંકાએ પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી છે.

IMG 20220601 WA0039

બનાવ અંગેની મળતી વિગતો અનુસાર ધર્મેન્દ્ર રોડ પર કબાગાંધીના ડેલા સામે આવેલ સેવન સ્ટાર રેડીમેડ કપડાની દુકાનમાં ગઈકાલ મોડી રાત્રીના તસ્કરો ત્રાટકયા હતા કરો એક લાખ રૂપિયા રોકડ અને કપડાં આ પાર્સલ મળી કુલ 4 લાખ રૂપિયાની મતા ઉઠાવી ગયા હતા. સવારમાં દુકાન માલિક ફહીમભાઈ માકડા તેની દુકાને આવ્યા ત્યારે તેને દુકાન ની હાલત જોતાં ચોરી થયા હોવાનું જણાતા તેને તુરંત જ એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો.

પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી પરંતુ સાથે જ જો દુકાનની અંદર રહેલા સીસીટીવી ને તોડી નાખી ડી.વી.આર પણ સાથે ઉઠાવી ગયા હતા જેથી દુકાનના સીસીટીવી પોલીસને પ્રાપ્ત થયા ન હતા. જેથી પોલીસે આસપાસના સીસીટીવી કેમેરા તપાસતા તેમાં ત્રણ શખ્સો દુકાનની અંદર તાળા તોડી હોવાનું જણાવ્યું હતું અને દુકાનમાં રહેલા મોટા પાર્સલ સાથે ઉઠાવી ગયા હતા. દુકાન માલિકે જાણભેદુ હોવાની શંકા કરતા પોલીસે તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે.

દુકાન માલિકે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, ઈદ ઉપર તેની દુકાનમાં બે માણસો કામ માટે રાખ્યા હતા જેને 15 દિવસ બાદ રજા આપી દીધી હતી. સીસીટીવી ફુટેજમાં તેના જ જેવા બંને લોકો દેખાતા હોવાથી પોલીસે તે દિશામાં પણ તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.