મોરબી રિસામણે રહેલી પરિણીતાએ આપઘાતનો પ્રયાસ કરતા હોસ્પિટલમાં દાખલ
શહેરમાં સાસરીયું અને મોરબીમાં દોઢ વર્ષથી રિસામને બેઠેલી પરિણીતાએ રાજકોટ એસટી બસ સ્ટેશન પાછળ ગેસ્ટ હાઉસમાં કોઈ અગમ્ય કરણસર ફીનાઇલ પી લીધું હતું. પરિણીતાને ઝેરી અસર થતા બેશુદ્ધ હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં આવેલા ભગવતીપરામાં સાસરૂ ધરાવતી અને દોઢેક વર્ષથી મોરબી સો ઓરડીમાં માતવરના ઘરે રિસામણે રહેલી નિરાલીબેન સુભાષ બાંભણીયા (ઉ.વ.30) નામની પરિણીતાએ ગત રાતે રાજકોટના બસ સ્ટેશન પાછળ ગેસ્ટ હાઉસમાં ઉતરી હતી. અને ગેસ્ટ હાઉસમાં રોકાણ કર્યા બાદ ગેસ્ટ હાઉસમાં જ કોઈ અગમ્ય કારણસર ફિનાઇલ પી લીધું હતું.
આ અંગે નિરાલીબેન બાંભણીયાને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ અંગે તેણીના માતા-પિતાને જાણ થતાં તેઓ રાજકોટ દોડી આવ્યા હતાં. આ નહિ ઘટનાની જાણ થતાં પોલીસ હોસ્પિટલ ખાતે દોડી ગઈ હતી. જેમાં પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ પિતાનું નામ સુરેશભાઇ પોપટભાઇ સીરોડીયા છે. પરિવારજનોએ કહ્યું હતું કે નિરાલીબેનના લગ્ન બાર વર્ષ પહેલા થયા છે અને સંતાનમાં એક પુત્ર છે.
તેણીના પતિ પ્રાઇવેટ નોકરી કરે છે. તેણી દોઢેક વર્ષથી માવતરે રિસામણે છે. ગત સાંજે ઘરે કોઇને જાણ કર્યા વગર નીકળી જતાં શોધખોળ શરૂ થઇ હતી. એ પછી તેણે રાતે રાજકોટમાં ફિનાઇલ પી લીધાની ખબર પડતાં પરિવારજનો દોડી આવ્યા હોવાનું જાણવા મળ્યું નથી. તેણી બેભાન હોઇ કારણ જાણી શકાયું નથી. આ બનાવ અંગે એ ડિવિઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથધરી છે.