વિશ્વની સૌથી મોટી લોકશાહી નું માં ધરાવતા ભારતનું લોકતંત્ર આજે ૨૧મી સદીના અનેક નાના અને ઉભરતા વિકાસશીલ દેશો માટે લોક તંત્રિક સંચાલન માટેનું એક આદર્શ ઉદાહરણ બની રહ્યું છે ભારતમાં કેવી રીતે ચૂંટણી થાય છે.? કેવી રીતે સરકાર ચાલે છે? અને લોકતાંત્રિક વ્યવસ્થામાં સતત નવા સુધારા અને પરિવર્તન ને કેવી રીતે અમ્લીય બનાવવામાં આવે છે તે ૨૧મી સદીના વિશ્વ માટે એક આદર્શ ઉદાહરણ બની ગયું છે ભારતમાં સવાદ વિચાર વિમર્શ અનેકોઈપણ પ્રશ્નોના સહિયારા પ્રયાસો ના ઉકેલ ને ખૂબ જ વ્યવહારુ માનવામાં આવે છે તેવા સંજોગોમાં અત્યારે દેશમાં કૃષિક્ષેત્રના સુધારા અને પરંપરાગત વ્યવસ્થામાં જરૂરી પરિવર્તન માટેના શરૂ થયેલા પ્રયાસો કૃષિ કાયદાઓમાં સુધારાઓ ની પ્રક્રિયા ને હાથ ઉપર લેવામાં આવી છે તેવા સંજોગોમાં દેશભરમાં કિસાનોની મૂળભૂત જરૂરિયાતો અને તેમના હક માટે ના મુદ્દાને રાજકીય રંગ અપાઈ રહ્યો છે તેવા સંજોગોમાં ખેડૂતોના હક્ક માટે શરૂ થયેલા કહેવાતા આંદોલનના માહોલમાં સરકારે ખેડૂતો સાથે વિચાર-વિમર્શ માટેના જે પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે તે તમામ પરિસ્થિતિમાં ખેડૂતો માટે હિતકારી ગણી શકાય ખેડૂતોની આવક બમણી કરવા થી લઈને કૃષિક્ષેત્રની પરંપરાગત પદ્ધતિઓ ને જરૂરી સુધારાઓ સાથે અમલમાં લાવવાના સરકારના પ્રયાસોમાં માની લઈએ કે કેટલાક એવા નિયમો હોય કે જે ખેડૂતો માટે લાંબા ગાળે ફાયદો ન પણ કરતા હોય તેવા સંજોગોમાં અત્યારની કૃષિક્ષેત્રના સુધારાની પ્રક્રિયા માં ખેડૂતોએ સરકારને યોગ્ય માર્ગદર્શન આપવું જોઈએ પોતાના સુઝાવ સરકારને ધ્યાનમાં આવે તે માટે ખેડૂતો અને ખેડૂતોના હિત માટે કાર્યરત સંગઠનો આગેવાનોએ ખેડૂતો ના પ્રશ્નોને લઈને સરકાર સાથે સતત ચર્ચા વિચારણા અને સંવાદ ના સંકલનમાં રહેવું જોઈએ સરકાર અત્યારે ખેડૂતો સાથે સંવાદનો માહોલ રચીને તમામ પ્રશ્નોના ઉકેલ માટે જ્યારે પ્રયત્નશીલ છે ત્યારે સરકારના આ પ્રયાસોને રાજકીય રંગ અને પ્રતિષ્ઠાનો મુદ્દો બનાવ્યા વગર ચર્ચા માટે નો માહોલ ઉભો કરવો જોઈએ લોકતંત્રમાં દરેક પ્રશ્નનો ઉકેલ સમાજ સવાદ અને વિચારવિમર્શ થી શક્ય છે ત્યારે બિનજરૂરી ઉન્માદ અને સંઘર્ષ નો રસ્તો શા માટે લેવો જોઈએ?

કૃષિક્ષેત્રના પાયાના સુધારાવાદી અભિગમ આવક બમણી કરવા માટેના પ્રયાસોના ભાગરૂપે ટેકાના ભાવ ની વ્યવસ્થા સામૂહિક ખેતી અને ખેડૂતોને પોતાની ખેતપેદાશો પોતાની રીતે વેચવા ની સ્વાયત્તા જેવા પગલાઓ માં સરકાર અત્યારે ખેડૂતોના હિત સિવાય કંઈ વિચારતી ન હોય તેવો માહોલ ઉભો થયો છે ત્યારે ખેડૂતો અને ખેડૂત સંસ્થાઓ અને આગેવાનોએ કૃષિક્ષેત્રના સુધારા અને સરકારની ખેડૂત તરફી નીતિઓને રાજકારણના દ્રષ્ટિકોણથી મૂલવવા ના બદલે સુનિયોજિત અભિગમ ના દ્રષ્ટિ કોણ સાથે મૂલવવો જોઇએ અને સરકાર જ્યારે કૃષિક્ષેત્રના આ પરિવર્તન અંગે ના ઉભા થયેલા પ્રશ્નો માટે સંવાદ સાધવા ના  પ્રયાસો કરે છે ત્યારે સરકારના પ્રયત્નોમાં કિસાનોએ સહકાર આપવો જોઈએ લોકતંત્રમાં કોઈ પણ એવો પ્રશ્ન નથી કે જે વાતચીત અને સવાદ થી ઉકેલી ન શકાય ખેડૂતોની આવક બમણી કરી કૃષિ ક્ષેત્ર અને ખેડૂતોના વિકાસ માટે પ્રયત્નશીલ સરકાર ખેડૂત તરફથી નીતિ ને રાજકીય ચશ્માથી જોવાના બદલે દેશહિત ના પ્રયાસો તરીકે મૂલવવો જોઇએ, લોકતંત્રની આદર્શ પ્રણાલીમાં સરકારના તમામ પગલાઓ અને પ્રયત્નો પર વિપક્ષની નજર રહે તે જરૂરી છે પરંતુ સરકારના તમામ પ્રયાસોને માત્ર રાજકીય નજરથી જોવું એ લોકતંત્રની સ્વાયત્તતાનો દુરુપયોગ નો બની રહે તેની વિવેકબુદ્ધિ અને વિરોધ અને પૂર્વગ્રહ વચ્ચેની પાતળી ભેદરેખા સમજવી જોઈએ સરકાર અત્યારે ખેડૂતો સાથે કોઈપણ મુદ્દે વાતચીત કરવા તૈયાર હોય ત્યારે સરકારની આ સંવેદના ને સમજવી ને તેના આધારે ખેડૂતોના પ્રશ્ને સંવાદ માટેનો માહોલ ઊભો થવો જોઈએ તે આજના સમયની માંગ છે ખેડૂતો અને કૃષિ દેશ અને દેશના અર્થતંત્રની ધરોહર છે ત્યારે આ મુદ્દાને રાજકીય રંગ આપવાના બદલે સર્વ હિતાયે ના ધોરણે તેને સમાજ ના માધ્યમથી ઉકેલ આપવો જોઈએ

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.