પડધરીમાં ખંભાળા ગામે ખરીદ કરેલા પ્લોટની રકમ પરત ચુકવવા આપેલો ચેક પરત ફર્યો તો
પડધરી તાલુકાના ખંભાળા ગામે શિવભૂમિ નામે શહેરના ૧૫૦ ફુટ રીંગરોડ પર આવેલા જાગૃતિ દિપ એપાર્ટમેન્ટમાં રહેતા શૈલેષ વિજયસિહ કામલીયા નામના શખ્સે બીનખેતી પ્લોટીંગ કરેલું જે પ્લોટીંગમાં શહેર આનંદનગર કોલોની કવાર્ટરમાં રહેતા મહાવીરસિંહ છનુભા જાડેજાએ પ૪ નંબરનો પ્લોટ રૂ. ૨.૭૫ લાખનો ખરીદ કરેલી અને તે રકમ ચુકવવા બે ચેક આપેલ હતા તે રકમ શૈલેષ કામલીયા મળી જવા છતાં પ્લોટ ખરીદનાર મહાવીરસિંહ જાડેજા ને પ્લોટનો દસ્તાવેજ કરવા આનાકાની કરેલી અને પ્લોટનો કબ્જો પણ ન સોંપેલ.
બાદ બન્ને વચ્ચે થયેલી સમજુતી મુજબ મહાવીરસિંહ જાડેજાને રકમ પરત ચુકવવા નકકી યેલી બાદ શૈલેષ કામલીયાએ રૂ. ૨.૭૫ લાખનો આપેલો હતો જે ચેક પોતાના ખાતાવાળી બેંકમાં ચેક વટાવવા અર્થે રજુ કરતા સદરહું ચેક ફંડ ઇનસફીશીયન્ટ ના શેર સાથે પરત ફરેલો જે અંગે લીગલ નોટીસ આપીને જાણ કરી હોવા છતાં રકમ નહી આપતા તેમજ નોટીસનો કોઇ જવાબ આપેલો નહી જેથી મહાવીરસિંહ જાડેજાએ શૈલેષભાઇ કામલીયા વિરુઘ્ધ ધી નેગોશીયબલ ઇન્સ્ટુમેન્ટ એકટની કમલ ૧૩૮ મુજબ ની એડી. ચીફ જયુ. મેજી. ની કોર્ટ સમક્ષ ફરીયાદ કરી છે અને આરોપીને કોર્ટ સમક્ષ હાજર થવાં અદાલત દ્વારા સમન્સ ઇસ્યુ કરવાનો હુકમ કરેલો છે.
આ કામના ફરીયાદી તરફે ધારાશાસ્ત્રી અજય ચૌહાણ, કમલેશ વોરા તથા ડેનીશ જે. મહેતા એડવોકટસ રોકાયેલ હતા.