જંતુનાશક દવાની ખરીદી કર્યા પેટે આપેલો ચેક પરત ફરતા સાપકડાના વેપારી સામે ફરીયાદ

રાજકોટના ધવલભાઇ નરભેરામભાઇ ગોપાણી એગ્રી ઇન્ડીયા કોર્પોરેશનના નામથી જંતુનાશક દવાનું હોલસેલનું વેચાણ કરતા હોય અને મહાકાળી એગ્રોના પ્રોપરાઇટર  દરજજે ચંદુભાઇ આર. કણજારીયા (મુ. સાપકડા  તા. હળવદ) મુકામે જંતુનાશક દવા રીટેઇલમાં વેચાણ કરવાનો ધંધો કરતા હોય જંતુનાશક દવાનું વેચાણ કરવાની ડીલરશીપ લીધેલ હોય ૯૦ દિવસની ક્રેડીટ લીમીટમાં જંતુનાશક દવાની ખરીદી કરતા હોય.

જેબાદ રૂ ૧,૫૭,૦૭૯/- ની માગણી કરતા  ચેક લખી સુપ્રત કરેલો જે ચેક રીટર્ન થતા એડવોકેટ મારફત તહોમદારને ડીમાન્ડ નોટીસ પાઠવેલી જે મળી જવા  છતાં ફરીયાદીનું કાયદેસરનું લેણુ ચુકવેલ ન હોવાથી ફરીયાદીએ દસ્તાવેજી પુરાવા સાથે તહોમતદાર વિરુઘ્ધ અદાલતમાં ફરીયાદ દાખલ કરી રજુઆત કરેલી કે રેકર્ડ પરની હકીકતોથી સ્પષ્ટ ફલીત થાય છે કે તહોમદારે ફરીયાદી પાસેથી ઉધારમાં ખરીદ કરેલ માલનું બાકી લેણું સ્વીકારી તે લેણું પરત ચુકવવા ચેક આપી.

તે ચેક પાસ થવા ન દઇ ધી નેગોશીએબલ ઇન્સ્ટુમેન્ટ એક હેઠળ ફોજદારી ગુનો આચરેલ છે. જે રજુઆતો ઘ્યાને લઇ અદાલતે તહોમતદારને અદાલતમાં હાજર થવા સમન્સ ઇસ્યુ કરતો હુકમ ફરમાવવામાં આવેલો છે. ઉપરોકત કામમાં ફરીયાદી ધવલભાઇ ગોપાણી વતી રાજકોટના એડવોકેટ સંજય ઠુંમર રોકાયેલા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.