- ભાજપ સરકાર ભણાવતી પણ નથી અને સરકારી નોકરી આપતી નથી આરોગ્ય, શિક્ષણનું ભાજપ સરકારે ખાનગીકરણ કર્યું શાસકોની પોલ ખોલતા કોંગી અગ્રણીઓ
- પ્રદેશ કોંગ્રેસના અગ્રણી ડો. હેમાંગ વસાવડા, શહેર પ્રમુખ પ્રદીપ ત્રિવેદી અને મિતુલ દોંગાના આકરાં પ્રહારો
- વ્યાપક લોકસંપર્કમાં લોકોનો ઉષ્માભર્યો આવકાર : રોડ શો અને જાહેરસભામાં ઠેર ઠેર ભીડ ઉમટી : ઇન્દ્રનીલ રાજગુરુને ફરી એક વખત ચૂંટીને ધારાસભ્ય બનાવવાનો સંકલ્પઅબતક,રાજકોટ
ગુજરાતના મતદારો પાસે આ વખતે પુનરાવર્તન નહીં પરંતુ પરિવર્તન લાવવાની તક આવી છે ત્યારે કોંગ્રેસે ભાજપના 27 વર્ષના કુશાસનની વાસ્તવિકતા પ્રજા સમક્ષ મૂકી છે. ભાજપના અણઘણ વહીવટને કારણે ગુજરાતના હાલ બેહાલ થયા છે તેમ જણાવી પ્રદેશ કોંગ્રેસના અગ્રણી ડો. હેમાંગ વસાવડા, શહેર પ્રમુખ પ્રદીપ ત્રિવેદી અને મિતુલ દોંગાએ લોકોને કોંગ્રેસને મત આપવાનો અને ગુજરાતનું ગૌરવ પાછું મેળવવાનો અનુરોધ કર્યો છે.હવે ગુરુવારે મતદાન યોજાવાનું છે ત્યારે પ્રજાજનો કોંગ્રેસની તરફેણમાં મતદાન કરે તેવી અપીલ પણ આ અગ્રણીઓએ કરી છે.
આ ત્રણેય આગેવાનોએ કહ્યું છે કે ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર, 135 થી વધુ મોતના મોરબી ઝુલતા પુલકાંડ જેવી બનતી વારંવાર ઘટનાઓને કારણે ગુજરાતના નાગરિકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ગુજરાતમાં શાંતમ્ પાપમ્ જેવું છે, ફરિયાદ જ નોંધાતી નથી એટલે બધું બરાબર છે તેમ દેખાડે છે. કોંગ્રેસની સરકાર ભણાવતી અને નોકરી પણ આપતી હતી. ભાજપના સરકાર ભણાવતી પણ નથી અને સરકારી નોકરી આપતી નથી. ભાજપ સરકારે એક પણ સરકારી શાળા બનાવી નથી. ઉલટાની ભાજપ સરકાર દ્વારા 6000 થી વધુ શાળાઓને તાળા મારી દેવામાં આવ્યા છે.
ગુજરાતમાં તમામ સરકારી હોસ્પિટલો – મેડીકલ કોલેજો કોંગ્રેસ શાસનમાં બની જ્યારે ભાજપ દ્વારા એક પણ સરકારી દવાખાના-મેડીકલ કોલેજ બનાવાયા નથી. આરોગ્ય અને શિક્ષણનું ભાજપ સરકારે ખાનગીકરણ કર્યું છે શિક્ષણનું વ્યાપારીકરણ, મહિલાઓની અસાલમતી, મોંઘવારી, બેરોજગારી એ ભાજપના 27 વર્ષના કુશાસનની સિધ્ધી છે. ભાજપના કુશાસનમાં આર્થિક ગેરવહિવટ, રાજ્ય પર વધતુ દેવુ, બેરોજગારીનું સંકટ, મળતિયા મૂડીપતિઓને પ્રોત્સાહન જેવી વાસ્તવિકતાને પ્રજાએ ઓળખી લેવાની જરૂર છે
તેમણે એમ પણ કહ્યું છે કે કોંગ્રેસના શાસન સમયની પરિસ્થિતિ સામે ભાજપ સરકારના શાસનમાં ગુજરાતની હાલતની શિક્ષણ, આરોગ્ય, રોજગાર સહિત તમામ ક્ષેત્રે અન્ય રાજ્યો કરતા પાછળ ધકેલાયું છે.
27 વર્ષમાં ભાજપે વિકાસ કર્યો હોત તો ગુજરાતના 32 ટકા લોકો ગરીબી રેખા હેઠળ ના હોત, છેલ્લા 5-6 વર્ષમાં ગુજરાતમાં 22 જેટલા પેપર લીક થયા, બે દાયકા પહેલા ગુજરાતમાં 2 લાખ જેટલા શિક્ષિત બેરોજગાર હતા જે આજે વધીને 40 લાખ થયા છે, પૂ. મહાત્મા ગાંધીજીની ભુમી પર ક્રાઇમ રેટ વઘી છઠ્ઠા નંબર પર પહોંચ્યો છે, તાજેતરમાં બનેલા મોરબી કાંડમાં બે કરોડના સમારકામને બદલે માત્ર બાર લાખનો ખર્ચ થયાની ભ્રષ્ટાચારની વિગતો સમુહ – માધ્યમોમાં બહાર આવી રહી છે.
બીજી બાજુ ભાજપ સરકારના શાસનમાં ગુજરાતમાં હજુ પણ 92 બ્રિજ ખતરનાક સ્થિતિમાં છે, ભાજપ સરકારે કોરોનના આંકડાઓ છુપાવ્યા, બેરોજગારી વધાર્યા બાદ હવે ગૌરવ યાત્રા લઈને નીકળ્યા છે, જનતા ત્રસ્ત અને ભાજપ સરકાર મસ્તની સ્થિતિમાં ગુજરાતની જનતા પરેશાન થઈ છે અને પરિવર્તન ઝંખી રહી છેરાજકોટ કોંગ્રેસનાં ઉમેદવાર અને પ્રખર રાષ્ટ્રવાદી ઇન્દ્રનીલ રાજગુરુનો શહેરના પૂર્વ વિસ્તારમાં પ્રચાર અંતિમ તબક્કા સુધી પહોચ્યો છે ત્યારે અત્યાર સુધીના પ્રચારમાં તેઓ સંપૂર્ણપણે છવાયેલા રહ્યા છે અને પોતાની જીત નિશ્ચિત કરી છે. પ્રચારના આ દિવસો દરમિયાન ઇન્દ્રનીલ રાજગુરુએ રોડ શો અને જાહેર સભા ઉપરાંત જૂથ મીટીંગ પણ યોજી હતી અને લોકોનો સહકાર માગ્યો હતો.
આ વખતે ઇન્દ્રનીલ રાજગુરુ જ્યાં જ્યાં પ્રચારમાં ગયા ત્યાં ત્યાં તેમણે મતદારોનો જોરદાર પ્રતિસાદ મળ્યો હતો અને તેમણે જંગી બહુમતીએ વિજયી બનાવવા માટે વચન આપ્યું હતું.
આ પ્રચાર દરમિયાન કેટલાક વિઘ્નસંતોષીઓએ નિરર્થક વિવાદ ઉભો કરવાનો પ્રયાસ ઉભો કર્યો હતો પણ તેમાં સફળતા મળી ન હતી. હિંદુ મુસ્લિમ એકતા અને ભાઇચારામાં માનતા ઇન્દ્રનીલ રાજગુરુને લોકોએ એક સાચા સમાજ સેવક તરીકે સ્વીકારી લીધા છે.
ઇન્દ્રનીલ રાજગુરુએ આ વિસ્તારમાં 2012 અને 2017 દરમિયાન કરેલા કાર્યો બોલી રહ્યા છે અને લોકો તેમને ફરી એક વખત આ વિસ્તારના ધારાસભ્ય તરીકે જોવા ઈચ્છે છે. ઇન્દ્રનીલ રાજગુરૂ પાસે આ વિસ્તારના વિકાસ માટેનો રોડ મેપ પણ છે અને તેઓ સમગ્ર પૂર્વ વિસ્તારની શકલ-સુરત ફેરવી નાખવાની ઈચ્છા ધરાવે છે.