આજે વિશ્વ વસ્તી દિવસ
વૈશ્વિક જન સંખ્યાનો અડધો ભાગ વાયુ પ્રદુષણનો સામનો કરી રહ્યો છે આને કારણે ૪ મિલિયન લોકોનાં મૃત્યુ થાય છે
વધતી જતી માનવ વસ્તી તથા ગ્લોબલ વોર્મિંગને કારણે ઋતુચક્રોમાં પણ ફેરફાર થતા જોવા મળે છે
આજે વિશ્વ જન સંખ્યા દિવસ છે. પ્રવર્તમાન કોવિડ-૧૯ ને લઈને સમગ્ર વિશ્વ એનાથી પ્રભાવિત થઈ છે. આજે દર વર્ષે વિશ્વવસ્તી ઉપર ચિંતા અને ચિંતનકરવામાં આવે છે. આ વર્ષનું સ્લોગ્ન સ્વાસ્થ્ય-મહિલાઓ અને છોકરીઓના અધિકારો પર ધ્યાન છે. આ વર્ષ ૨૦૨૦ કોરોના મહામારીના પગલે સમગ્ર વિશ્વ મહિલાઓ અને છોકરીની આરોગ્ય સુવિધા અને તેના અધિકારોના રક્ષણ માટે સૌએ કાર્યરત થવાની જરૂર છે.
વૈશ્વિક જન સંખ્યા ઉપર કામ કરતી સંસ્થા યુનાઈટેડનેશન (યુએન)આ વર્ષે મહિલાઓનાં સ્વાસ્થ્ય પર ભાર મૂકયો છે. મહિલાઓનાં પ્રજનન સ્વાસ્થ્ય, પરિવાર નિયોજન અને માનસિક સ્વાસ્થ્ય જેવા વિવિધ મુદા ઉપર કાર્ય કરવા સમગ્ર વિશ્વને હાકલ કરી છે.
૧૯૮૯માં વિશ્વ વસ્તી દિવસની ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી. ૧૧ જુલાઈ ૧૯૮૭માં પાંચ અબજ દિવસ નિમિતે બનાવેલી જનહિત અને તેની જાગરૂકતા પર કાર્યક્રમો કરાયા હતા.
હાલ સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી સમગ્ર વિશ્ર્વને પ્રભાવિત કરી રહી છે. ત્યારે તે બધાને એક સરખી મુશ્કેલી જોવા નથી મળતી આમાં ઘણી અસમાનતા અને કમજોરી જોવા મળે છે. ખાસ કરીને મહિલાઓ અને ક્ધયાઓને માટે જ આ વર્ષે તેના સ્વાસ્થ્ય માટે દિવસ ઉજવાય રહ્યો છે.
મહિલાઓને પડતી મુશ્કેલી સાથે વર્લ્ડ પોપ્યુલેશન ડે ૨૦૨૦ સંયુકત રાષ્ટ્ર જન સંખ્યા કોષ દ્વારા જણાવાયું છે કે ૪ મિલીયન મહિલાઓને પ્રજનન સ્વાસ્થ્ય અને ૧૨ મિલીયન છોકરીઓને લગ્ન માટે મજબુર કરાતી એક સર્વેમાં જોવા મળેલ હતુ. આ વર્ષનો વિશ્વ વસ્તી દિવસ મહિલોનાં સંકટ સમયમાં યોન અને પ્રજનન સ્વાસ્થ્ય અને અધિકારોની રક્ષા કરવી જરૂરી છે.
કોવિડ ૧૯ મહામારી ગરીબ કે શ્રીમંત બંનેને પ્રભાવિત કરી છે. કેટલાકને વધુ અસર થતા તેમને ઘણી સેવા મળવામાં મુશ્કેલી પડે છે. લોકડાઉનમાં વિશ્વસ્તરે લીંગ આધારિત હિંસા વધી ગયેલ છે. ભારતમાં રાષ્ટ્રીય મહિલા આયોગે ઘરેલું હિંસાની શિકાયતમાં વધારો થયો છે.. તેમ જણાવેલ છે. ઘણીવારતો ગર્ભવતી સ્ત્રી સુરક્ષીત પ્રસુતિ માટે દવાખાને પણ પહોચી શકતી નથી.
આ વર્ષે વિશ્વ વસ્તી દિવસ ખાસ મહિલાઓ ઉપર કેન્દ્રીત કરીને જવાય રહ્યો છે. છેલ્લા ૫૦ વર્ષોમાં ૩ બિલીયનથી વધીને ૭ બિલીયન વિશ્વની વસ્તી થઈ ગઈ દુનિયામાં વસ્તી ખૂબજ ઝડપથી વધી રહી છે. જેમ જેમ વસ્તી વધે છે. તેમ તેમ આપણા પૃથ્વી ગ્રહ ઉપર વિનાશકારી પ્રભાવ જોવા મળી રહ્યો છે.
ભારત ૨૦૨૫ના અંત સુધીમાં વિશ્વનો સૌથી મોટી વસ્તી ધરાવતો દેશ બની જશે. છેલ્લા ૬૦ વર્ષથી પરિવાર નિયોજન કાર્યક્રમ ચલાવીએ છીએ પણ વસ્તીમાં બદલાવ જોવા મળ્યો નથી. છેલ્લા આઠ વર્ષમાં સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા જણાવે છે કે પરિવાર નિયોજન માટે કોન્ડોમના વપરાશમાં ૫૨ ટકા અને પુરૂષ નસબંધીમાં ૭૨ ટકા ઘટાડો જોવા મળ્યો છે.
વૈશ્વિક જનસંખ્યાના અડધો ભાગ વાયુ પ્રદુષણનો સામનો કરી રહ્યો છે. આને કારણે દર વર્ષે ચાર મિલિયનથી વધુ મૃત્યુ થઈ રહ્યા છે.
વિશ્વ વસતી વધી
૧ બીલીયન વસ્તીને પહોચતા હજારો વર્ષો લાગ્યા પણ છેલ્લા ૧૫૦ વર્ષમાં વસ્તી ૭ ગણીવધી ગઈ છે. ભારત ચીન વિશ્ર્વનાં સૌથી મોટી વસ્તી ધરાવતા દેશો છે. જેમ વસ્તી વધે તેમતેની ધણી સમસ્યામાં વધારો થતો જોવા મળે છે. સામાન્ય રીતે રોટી કપડા મકાન સાથે તેના રોજગાર ને શિક્ષણનાં પ્રશ્ર્નો ઘણી મુશ્કેલી ઉભી કરે છે. દેશના વિકાસનાં પાયામાં વસ્તી ઓછી હોય તો સારા પરિણામો મળે છે.